પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને ભૌતિક જરૂરીઆતોથીજ ચાલી રહેલું છે તો પછી જીવન નૈતિક હેતુ વગરનું અને કેવળ નિરસ તેમજ પાપમયજ બની રહે. મુક્તિનો મહામંત્ર સ્વામી વિવેકાનંદે અખિલ વિશ્વને નીચેના શબ્દોમાં સમજાવ્યા છે:-

“ભેદબુદ્ધિજ સર્વ બંધન અને દુઃખનું મૂળ છે. વેદાન્ત કહે છે કે એ ભેદ મિથ્યા છે. વાસ્તવમાં એ ભેદનું અસ્તિત્વ જ નથી. એ તો માત્ર બાહ્ય દેખાવમાંજ છે. સઘળી વસ્તુઓનો આત્મા તો એકજ છે. ઉંડો વિચાર કરી જોશે તો તમને મનુષ્ય મનુષ્ય વચ્ચે, સ્ત્રીઓ અને બાળકો વચ્ચે, પ્રજાઓ અને પ્રજાઓ વચ્ચે, ઉચ્ચ અને નીચ, વચ્ચે, ગરિબ અને તવંગર વચ્ચે અને દેવતાઓ અને મનુષ્યો વચ્ચે એકતાજ જણાશે. વળી એથી પણ વધારે ઉંડા ઉતરશો તો જણાશે કે અન્ય પ્રાણીઓ પણ તમારાથી જુદાં નથી. એ ઉંડાણ સ્થિતિને (ઇંદ્રિયો અને અંતઃકરણથી પર દશાને) જેણે પ્રાપ્ત કરી છે તેજ દરેક વસ્તુસ્થિતિના ખરા સ્વરૂપને અને રહસ્યને સમજે છે. તેણે દરેક વસ્તુના મૂળરૂપ એક અખંડ પરમાત્મતત્ત્વને શોધી કહાડીને પોતાના આત્મારૂપે અનુભવ્યું છે કે જે તત્ત્વ નિત્ય સુખરૂ૫, નિત્ય જ્ઞાનરૂપ અને નિત્ય જીવનરૂપ છે. તેને સ્પૃહા, શોક, દુઃખ, અસંતોષ કે મૃત્યુ કશું નથી.

જેણે એ સર્વ વસ્તુસ્થિતિઓના મૂળ સ્વરૂપમાં-એ પરમ પવિત્ર અખંડ, અનામી, અરૂપી અને સર્વસ્વરૂપી આત્મામાં પ્રવેશ કરેલો છે તે મહાન જ્ઞાતા છે, તે મહાકવિ છે, તે જીવનમુક્ત છે, તે કૃત્યકૃત્ય છે. તે પૂર્ણ કામ છે. માટે ભેદબુદ્ધિને હણો, અનેકતાને ખ્યાલ કહાડી નાંખો. જે આ સર્વ દેખવા માત્ર અનેકતામાં એક પ્રભુનેજ જુએ છે; જે આ અનેક પ્રકારના પ્રતિત થતા સર્વ પદાર્થોમાં એકજ પરમાત્મ ચેતનને વિલસી રહેલું