પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જરા વધારે વાંચતો, પણ તેની બુદ્ધિ તીવ્ર હોવાથી તે વર્ગમાં પહેલો જ નંબર રાખતો અને પરિક્ષામાં ઉપલે નંબરે પાસ થતો. અંગ્રેજી, સંસ્કૃત અને ઇતિહાસમાં તેની ઉમ્મરના પ્રમાણમાં તે વધારે પ્રવીણ હતો. ગણિતને તે “ગાંધીઓને ધંધો ” કહેતો અને તે ખ૫ જેટલુંજ કરતો.

પ્રત્યક્ષ અનુભવ થયા વગર કાંઈ પણ માનવું નહિ એમ નરેન્દ્રનો અત્યારથી જ નિશ્ચય હતો. ફલાણાએ કહ્યું છે અથવા તે ફલાણા પુસ્તકમાં લખેલું છે માટે તે માન્ય કરવું, એનાથી તે તદન વિરૂદ્ધ હતો. નિશાળેથી આવતાં રસ્તામાં એક ચંપક પુષ્પનું ઝાડ હતું તેના ઉપર ચઢીને તે બેસતો. એ ઝાડની ડાળી ઉપર તે ઉંધે માથે લટકતો અને ભયંકર રમતો રમતો. એ ઝાડ એને બહુ પ્રિય હતું. એ ઝાડનો માલીક એક વૃદ્ધ સદગૃહસ્થ હતો અને તે નરેન્દ્રને ઓળખતો હતો. નરેન્દ્ર ઝાડ ઉપરથી પડશે તો એનું મોત થશે એવા વિચારથી તે તેને બીવડાવવાને કહેવા લાગ્યો: ‘આ ઝાડમાં એક બ્રહ્મરાક્ષસ રહે છે અને તે તારું ગળું મચડી નાખશે !” નરેન્દ્રને આ વાતમાં રસ પડ્યો. "રાક્ષસ હશે તો જોવાશે” એમ ધારીને તે ફરીથી ઝાડ ઉપર ચઢીને બેઠો. તેનો એક બાળમિત્ર પાસે ઉભો હતો તે ભયથી કહેવા લાગ્યો, “નીચે ઉતરી જા, નહિ તો બ્રહ્મરાક્ષસ તને મારી નાંખશે ! નરેન્દ્ર જવાબ આપવા લાગ્યો “જો બ્રહ્મરાક્ષસ અહીં રહેતો હોત તો તેણે મારું ગળું ક્યારનું એ પકડ્યું હોત ! મૂર્ખા કોઈએ કંઈ કહ્યું કે તરતજ તે માની લેવું નહિ.”

જાહેર હિમ્મત અને સ્વાભિમાનનો યોગ્ય જુસ્સો તેનામાં આ વખતે જણાઈ આવતાં હતાં. પોતાના બાપ વિશ્વનાથની સાથે વાતચિતમાં પણ તે વાદ વિનોદ કરતો અને તેના મનનું સમાધાન થયા સિવાય કંઇ પણ માનતો નહિ. મોટી વયે બાપ અને દીકરાની વચ્ચે