પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
વિદ્યાર્થી જીવન.


હિંમત ચાલતી નહોતી. નરેન્દ્રની ઉમ્મર આ વખતે અગીયાર વર્ષની હતી, પણ તેણે તે કામ માથે લીધું. તે સાહેબને બંગલે ગયો. તેને કાઈ અંદર પેસવા દે નહિ. તું છોકરો છે અને મનવાર જોવાને તું લાયક નથી એમ સિપાઈઓ કહેવા લાગ્યા. નરેન્દ્ર જરા ગભરાયો, પણ તરતજ તેણે હિંમત ધરી અને યુક્તિ ખોળી કહાડી. બંગલાની પાછળ એક સાંકડો દાદર હતો અને ત્યાં થઈને સાહેબ પાસે જવાનું હતું. નરેન્દ્ર ધીમે રહીને તે દાદર ચઢી ગયો અને સીધો તે સાહેબની પાસે જઈને ઉભા રહ્યો. સાહેબને તેણે અરજ કરી અને પાસ લઈને પાછો ફર્યો. હવે તે મોટે રસ્તે થઈને આવ્યો. સિપાઇઓ તેને જોઇને આશ્ચર્ય પામ્યા. “આ ક્યાંથી ઘુસી ગયો !” એમ તે બરબડ્યા અને નરેન્દ્ર સામે આંખો કહાડવા લાગ્યા. “મને જાદુ આવડે છે.” એમ બોલતા અને ગર્વથી તેમની સામે ડોળા કહાડતો કહાડતો નરેન્દ્ર છેક પાસે થઈને ચાલતો થયો !

વિદ્યાર્થી જીવનના દિવસોમાં તે કબુતર, ઉંદર અને પોપટ જોડે પણ ખૂબ રમતો, રમકડાંની આગગાડી બનાવતો અને પતરાંની નળીઓ કરી ઠીંકરાનાં વાસણોની નીચે ઘાસનો ધુમાડો કરી એક નાનું વિજળીનું કારખાનું તે કરતો: અને નળીઓમાં ધુમાડો બહાર નીકળતો ત્યારે તેની સામે તે વેગળો ઉભો રહેતો અને પોતાના હાથ કેડે દઈ જાણે કે કોઈ એન્જીનીયર પોતાના કારખાનાને જોતો હોય તેમ તે ગર્વથી જોતો. વળી તેને સારી રસોઈ કરતાં શિખવાનો શોખ થયો. તેણે તેના મિત્રો સાથે મળીને રસોઈનું કામ કરવા માંડ્યું. મોટી વયે પાકશાસ્ત્રની અંદર તે એટલો બધે કુશળ થયો હતો કે અમેરિકામાં થાઉઝન્ડ આઇલેંડ પાર્કમાં પોતાના અમેરિકન શિષ્યોને એક બાજુએ તેમના ગુરૂ તરીકે ઉંડા તત્વજ્ઞાનનો બોધ તે આપતો, અને બીજી બાજુએ તરેહ તરેહવારની હિંદુ રસોઈ બનાવી