પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તેમને જમાડતો અને તે બાબતમાં પણ હિંદુઓની નિપૂણતા સાબીત કરતો ! આ પ્રમાણે દરેક વસ્તુનો જાતે અનુભવ મેળવી, તેને જાતેજ કરી બતાવવી, એ સિદ્ધાંતને દરેક બાબતમાં તે પકડી રહ્યો હતો.

નરેન્દ્ર તેના સાથીઓનો નેતા થતો. તેના મિત્રો તેને ઉપરી તરીકે ગણતા. બાલ્યાવસ્થાની રમતના સંસ્કારો મોટી વયે પણ જાગૃત રહે છે અને મનુષ્ય જાણે કે ફરીથી તેવીજ રમત રમતો હોય તેમ મહત્વનાં કાર્યોમાં તેવીજ પ્રવૃત્તિ કરી રહે છે. બાલ્યાવસ્થાનો નેપલિયન કે વેલીંગટન, મોટી વયે સમરાંગણમાં પણ તેની તેજ રમત રમે છે. “હું રાજા છું” એમ બોલતો બોલતો નરેન્દ્ર દાદરના છેક પહેલા પગથીયા ઉપર જઈને બેઠો. તેના બે મિત્રોને તેણે નીચલા પગથીયા ઉપર પ્રધાન અને સેનાપતિ થઇને બેસવાનું કહ્યું. બીજા પાંચને ત્રીજે પગથીયે ખંડીયા રાજા તરીકે બેસાડ્યા. બીજા કેટલાકને રાજદરબારીઓ બનાવી છેક નીચે બેસાડ્યા, અને દરબારનું કામકાજ શરૂ કર્યું. ખંડીયા રાજાઓ અને રાજપુરૂષો તેને એક પછી એક નમન કરવા લાગ્યા. કેટલાક તેને સૂર્યવંશ ભૂષણ, પૃથ્વીપતિ અને ધર્મપાલક તરીકે બોલાવવા લાગ્યા. પછીથી પ્રજાના સંરક્ષણ વિષે વાતચિત થયા પછી એક ગુન્હેગારને તેની પાસે લાવવામાં આવ્યો. રાજાએ તેને ફાંસીની સજા ફરમાવી; ગુન્હેગાર ન્હાસી ગયો અને પકડા પકડી ચાલી રહી. ઘરના નાકરોને ત્રાસ થયો અને તે નરેન્દ્રના સાથીઓને ધમકાવવા લાગ્યા, પણ નરેન્દ્ર એકદમ આવ્યો અને ઉલટો તેઓ સર્વેને ડરાવવા લાગ્યો.

વિશ્વનાથદત્ત વકીલ હોવાથી તેમને ઘેર ઘણા અસીલો આવતા. બંગાળામાં એવો રીવાજ છે કે જુદી જુદી ન્યાતના માણસાને માટે જુદા જુદા હુક્કા ભરીને તૈયાર રાખવામાં આવે છે. વિશ્વનાથના અસીલો તેમને ઘેર આવતા ત્યારે નીચે બેસતા અને પોતપોતાની