પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
મહત્તાનું ભાન.


જીત મેળવતો. આ સમયમાં નરેન્દ્ર જે જે કળાઓ શિખ્યો તે સર્વમાં ગાયનકળા પ્રથમ પદ લેતી હતી. તેનાં માબાપની સલાહથીજ તેને ગાયન શિખવવામાં આવ્યું હતું અને સંગીતમાં તે એટલો બધો કુશળ થયો કે કવચિત્‌ કવચિત્‌ પોતાના ઉસ્તાદને પણ તે હરાવી દેતો. શરીરના સૌંદર્યની સાથે કુદરતે તેને મધુર સ્વર પણ બક્ષેલો હતો. કોઈ પણ મનુષ્ય તેને એકજ વાર ગાતાં સાંભળતો કે કદી તેને ભૂલી શકતો નહિ. પોતાનાં માતાપિતા આગળ તે ઘણુંખરૂં ગાતો અને તે ખુશી થતાં. તે ગવૈયાના જેવું ગાઇ શકતો એટલુંજ નહિ પણ કોઈ પણ વાદ્યને તે વગાડી શકતો. મુખ્યત્વે કરીને વીણા તેને ઘણીજ પ્રિય હતી. ગાવું, વાજીંત્ર વગાડવું અને નરઘાંનો ઠેકો આપવો એ ત્રણે કામ તે સાથેજ કરતો. આગળ જતાં મોટી વયે આ ગુણ એટલો બધો ખીલી નીકળ્યો હતો કે મદ્રાસની હાઇકોર્ટના જજ્જ સર શંકર નેર જેવા મનુષ્યોએ વર્તમાનપત્રદ્વારા વિવેકાનંદનાં સંગીતવેત્તા તરીકે ઘણાંજ વખાણ કર્યાં હતાં.

જગતની બાહ્યવિદ્યાકળામાં તે આ પ્રમાણે આગળ વધતો જવાની સાથે આંતરજીવનમાં પણ તેનું મન ધીમે ધીમે ધ્યાનની ઉચ્ચકોટિએ ચ્હડતું હતું અને વધારે વધારે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરતું હતું.

આ સમયમાં તેનું આધ્યાત્મિક જીવન કેવું હતું તે વિષે અનેક વાતો કહેવાયલી છે. એક દિવસ તેનું આખું કુટુંબ રાયપુર જતું હતું. બળદ ગાડીમાં બેસીને સૌને જવાનું હતું. મોટાં જંગલોમાં થઈને રસ્તો જતો હતો. રસ્તામાં તેઓ મુકામ કરતા કરતા જતા હતા; કારણકે તેમને ઘણા દિવસ મુસાફરી કરવાની હતી. રસ્તામાં હવા સ્વચ્છ આવતી હતી અને સૃષ્ટિસૌંદર્ય જોઇને નરેન્દ્ર અત્યંત આનંદ ભોગવતો હતો. જ્યાં જ્યાં મુકામ કરવામાં આવે ત્યાં ત્યાં સૌ શારીરિક ક્રિયાઓ કરતાં અને ધાર્મિક વાતોમાંજ દિવસ ગાળતાં. નરેન્દ્રના આનંદનો