પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

એ સમયે પાર રહેતો નહિ. તેની ધાર્મિક વૃત્તિઓ ઉછળી આવતી. ઘડીકમાં તે યોગીઓના યોગી શ્રી મહાદેવ વિષે બોલે, ઘડીકમાં શ્રી કૃષ્ણની બાલ્યાવસ્થા વર્ણવે, ઘડીકમાં સાધુઓની વાતો કરે અને આવી રીતે આખો દિવસ તેનું મન આધ્યાત્મિક દશાના શિખર ઉપર ચઢેલું જ રહેતું. એક દિવસ તો નરેન્દ્રે આખો દિવસ ધાર્મિક કથાઓમાંજ ગાળ્યો અને સાંજે ભજન ગાતાં ગાતાં ભાવસમાધિમાં આવી જઈ નીચે ઢળી પડ્યો હતો.

નરેન્દ્ર મૂળથીજ આનંદી અને વિનોદી સ્વભાવનો હતો. તેના શિક્ષક ઘણી વખતે તેને ક્લાસ સોંપીને જતા. વિનોદ માટે તે કોઈ ઉપર જુઠો જુઠો ગુસ્સો કરતો અને પછીથી હસી પડતો. બે વર્ષ સુધી તેને નબળી તબીયતને લીધે નિશાળ છોડવી પડી હતી તેથી તે સોળ વર્ષની ઉમ્મરે મેટ્રીકમાં પાસ થયો અને ફર્સ્ટ ક્લાસમાં આવ્યો. મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યુશનમાં ફર્સ્ટ ક્લાસમાં આવનાર તે એકલોજ હતો અને તેનાથી તેની હાઇસ્કૂલની કીર્તિ ટકી રહી. આ પ્રમાણે નરેન્દ્રનું વિદ્યાર્થી જીવન પણ અસાધારણ પ્રકારનું જ હતું.

પ્રકરણ ૯ મું – કોલેજનું જીવન.

કોલેજના વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી જીવનની જે રૂપરેખા નરેન્દ્રે આંકી બતાવી છે તે અત્યંત અનુકરણીય છે. વિદ્યાર્થી તરીકે તેણે જે જે લક્ષણો દર્શાવ્યાં છે તે પ્રશંસા પાત્ર છે. તેનું અત્યંત સાદું જીવન હાલના વિદ્યાર્થીઓની ટાપટીપને ઠપકો દઈ રહ્યું હતું. પરિક્ષાને માટેજ કોલેજમાં ભણવાનું નથી; પણ ઉંડુ જ્ઞાન, નૈસર્ગિક શક્તિ અને ખરૂં મનુષ્યત્વ સંપાદન કરવાને જ માટે છે એમ તે કહી રહ્યું