પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
કૉલેજનું જીવન.


હતું, પૌર્વાત્ય અને પાશ્ચાત્ય વિચારોનું તે અદ્ભુત સંમેલન હતું. ઋષિમુનિઓના સિદ્ધાંતરૂપી પાયા ઉપર પાશ્ચાત્ય વિચારોની તે ઈમારત હતું. બ્રહ્મચર્યનો પ્રતાપ તે દર્શાવતું હતું. સ્વદેશાભિમાનના યોગ્ય જુસ્સાની તે મૂર્તિ હતું. સ્વાભિમાનનું તે સુચન હતું. આર્ય જીવનનું મૂળ ક્યાં છે, આર્ય જીવન શેનું બનેલું છે, આર્ય જીવનને કયે રસ્તે વહેવરાવવું, તેનું તે ડિંડિમ હતું. આ દેશની આધુનિક સમયની કેળવણીમાં શારીરિક, નૈતિક અને આધ્યાત્મિક કેળવણીની ખામી છે તે પુરવાર કરી આપતું હતું ! ખરા સુધારાની દિશા તે દર્શાવતું હતું. ખરૂં શિક્ષણ આત્મ સુધારણા છે, ખરો સુધારો આધ્યાત્મિક છે એ દાખલો તે પુરો પાડતું હતું.

વિદ્યાર્થીએ જ્ઞાનની કોઈપણ શાખાની અવધિએ પહોચવું એ સુત્રનું તેમાં યથાર્થ પાલન હતું. આમ કરવામાં ભારતવર્ષના પ્રાચીન કાળની શિક્ષણ પદ્ધતિને તે અનુસરતું હતું. આપણા ઋષિમુનિઓ જ્ઞાનની કોઈ શાખામાં પારંગત થવાનેજ અધ્યયન કરતા હતા. સાદું જીવન અને ઉચ્ચવિચાર, એ તેમના જીવનનો હેતુ હતો. જ્ઞાનપિપાસા તેમની અભિલાષા હતી. તેમના ઉંડા જ્ઞાનને લીધેજ ભારતની એ સમયે ચઢતી કળા હતી.

મેટ્રીકમાં પાસ થયા પછી નરેન્દ્ર કોલેજમાં દાખલ થયો. હવે તેના રમવાના દિવસો ગયા. સંસ્કૃતમાં તેની ઉમ્મરના પ્રમાણમાં તેણે ઘણો સારો અભ્યાસ કર્યો હતો. દેશનો ઇતિહાસ પણ તેને સારો આવડતો હતા. હવે તેણે સામાન્ય ઇતિહાસ, ખગોળવિદ્યા, ઈત્યાદિ અંગ્રેજી સાહિત્યને પણ ખૂબ વાંચવા માંડ્યું. સાથે સાથે વાતચિત કરવાની કળા અને વાદ વિવાદની શક્તિને પણ તે ખીલવવા લાગ્યો. સભામાં બોલવાની હિંમત અને છટા તેણે કેળવવા માંડી અને તેમાં એટલે સુધી ફાવ્યો કે આગળ જણાવ્યું તેમ સુરેન્દ્રનાથ બેનરજી જેવા