પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
કૉલેજનું જીવન.


નરેન્દ્રે સાધ્યો અને રસ્તામાં તેને આજીજી કરી; તેમાં તે ન ફાવ્યો ત્યારે સેક્રેટરીને ધમકાવવા લાગ્યો ને આખરે તેને મોંએજ માફીની હા કહેવરાવી ! આ પ્રમાણે પેલા ગરિબ વિદ્યાર્થીની ઈચ્છા નરેન્દ્રે પુરી કરી. તેનો સ્વભાવ આનંદી હતો અને વિદ્યાર્થીઓના આનંદ ઉત્સવોમાં તે રસ ભર્યો ભાગ લેતો. ગાયનનો તે શોખીન હતો અને એ વિદ્યામાં ઘણો પ્રવીણ થયો હતો. પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે ગાડીમાં બેસીને બહાર ફરવા જતો ત્યાં પણ અનેક ગાયનો ગાતો. પ્રોફેસરના આવતા પહેલાં ક્લાસમાં પણ એકાદ ચીજ તે લલકારતો અને પ્રોફેસર ક્લાસ તરફ આવતે આવતે તેના મધુર સ્વરનું પાન કરતા અને પોતાના મુખ ઉપર હર્ષનાં ચિન્હ સહિત ક્લાસમાં પ્રવેશ કરતા !

પરિક્ષાના દિવસોમાં અને તેની પહેલાં બે ચાર દિવસથી ક્વચિત તંબુરો લઈ, ક્વચિત તંબુરો લીધા વગર તે ભજન ગાતો ગાતો અહીં તહીં ફરતો !

સંસ્કારી હૃદયની વૃત્તિઓ સંસ્કારીજ હોય છે. પવિત્રાત્માઓ જગતની દૃષ્ટિએ કંઈક ભાસે છે પણ તેમનો અંતરાત્મા કંઈક જુદા જ પ્રદેશમાં ફરતો હોય છે. નરેન્દ્ર કોલેજનો અભ્યાસ કરતો પણ તેનો અંતરાત્મા કંઈક જુદીજ વસ્તુને ચહાતો. ક્ષણે ક્ષણે તેનો જીવ કંઈક જુદા જ વિષય તરફ દોડતો. મનુષ્ય ગમે ત્યાં જાય કે ગમે તે બાબતમાં પોતાનો જીવ પરોવે પણ તેની વૃત્તિ તેના અત્યંત પ્રિય વિષય તરફ ખેંચાયાજ કરવાની, કોલેજનો અભ્યાસ કરવામાં તે પોતાના જીવને પુરેપુરો પરોવતો, પણ અનાયાસે તેની વૃત્તિ સાધુ જીવન તરફ પ્રેરાઈ જતી ! “સઘળાં પુસ્તકો ફેંકી દ્યો, પ્રભુની સંનિધિમાં વિદ્યાનો શો ઉપયોગ ?” એમ તેને વારંવાર થઈ આવતું. બી. એ. ની પરિક્ષા પહેલાં એક દિવસે તેનો અંતરાત્મા