પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧
કૉલેજનું જીવન.


આ જ્ઞાન તૃષ્ણાની સપાટી નીચે તેને ટકાવી રાખનાર, તેને અધિકને અધિક બળ આપનાર, તેના આખા જીવનમાં અને તેની બુદ્ધિમાં પવિત્રતાનો પટ બેસાડનાર તેનું ઉચ્ચ ચારિત્ર હતું. પવિત્રતા તેના ચારિત્રનું મુખ્ય અંગ હતું. તેનું એવું ચારિત્રજ તેની જ્ઞાન તૃષ્ણાને ટકાવતું, વધારતું અને ખીલવતું. આ ચારિત્ર સ્વભાવસિદ્ધ હતું. પવિત્રતા, ધાર્મિકતાની તે જાણે કે એક ઝળહળતી જ્યોતિ હોય એમ અમને ભાસતું. પવિત્રતા તેના આચારમાં, તેના વિચારમાં સદાકાળ વાસ કરી રહેતી. એ પવિત્રતાએજ એને જ્ઞાનની અવધિએ પહોંચાડીને પરબ્રહ્મપદની પ્રાપ્તિ કરાવી હતી. પવિત્રતા અને જ્ઞાનને ગાઢ સંબંધ છે. પવિત્રતા વગરનું જ્ઞાન ગમે તેટલું હોય તો પણ તેથી મનુષ્ય ખરા વિકાસને પામતો નથી.

ધ્યાન અને જ્ઞાન એ કાર્યસિદ્ધિરૂપી રથનાં બે ચક્રો છે ! તે બેના સંયોગ વગર ઐહિક કે પારમાર્થિક સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. શુદ્ધ આચરણ, ઉચ્ચ આશયો અને મહત્વાકાંક્ષાનું સતત ભાન તેજ ધ્યાન ! એ ઉચ્ચ આશયોના ભાવથીજ, ગ્લેડસ્ટન, રાનડે, બર્ક, ગોખલે, ગાંધી જેવા મહાન પુરૂષો અને શંકર, બુદ્ધ, દયાનંદ જેવા મહાત્માઓ, જ્ઞાનને હૃદયમાં ઠસાવી, ટકાવીને બીજાના ઉપર ઊંડી છાપ પાડી જગતમાં વિજયી થયા છે. આ ધ્યાન જ્યાં નથી ત્યાં ખરૂં જ્ઞાન પણ નથી. જ્યાં એકનો અભાવ ત્યાં બીજાનો અભાવ જ છે. એ એના સંયોગ વગરનું જ્ઞાન ધૂમાડાના બાચકા જેવું છે. આ ધ્યાન, પવિત્રતા અને જ્ઞાનના સંયોગથી નરેન્દ્રના મુખ ઉપર, તેની બંને ભુજાઓમાં અને તેના આખા શરીરમાં પુરૂષાર્થનો અનુપમ જુસ્સો જણાઈ આવતો. તે સૌ પ્રત્યે માયાળુ અને ભલો હતો. પણ તેની ભલાઈ असमर्थो मवेत् साधु જેવી નહોતી ! એ ભલાઈ તેનામાં સાત્વિક અને ક્ષમાશીલ બળરૂપે વસી રહેલી હતી અને તે બળનું પોષક તેનું અખંડ