પૃષ્ઠ:Tarlaa.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


લેખાયું. 'છોકરીઓને મ્હોટી કરવામાં આવા ભવાડા થાય ! સ્ત્રીઓ સ્વતંત્રતાને લાયક નથી તે કાંઈ શાસ્ત્ર ખોટું કહે છે? ભાયડાઓ સાથે હરેફરે, બોલે, શેકહેન્ડ કરે એમાંથી સારાં પરિણામ આવે જ નહી. છોકરીઓ ઇંગ્રેજી ભણે કે બગડે જ. આ તરલા ! કેવાં ભાષણ કરતી ! કેવા લેખ લખતી! ત્હેને જોયું ને ! માબાપે જેની સાથે વિવાહ કરેલો, આટલાં વર્ષ જેની સાથે રહી તેને છોડી દેવા તૈયાર થઈ છે. પરણી હશે ? નારે ના."

તરલા-દુ:ખી તરલા આ બધું સાંભળતી. સુમનલાલના સદ્ગુણો સાંભરી આવતાં એમના જીવનને પોતે નિરસ કરવા બેઠી છે તે ખાતર પશ્ચાત્તાપ કરવા લાગી. પરન્તુ ભૂજંગલાલની સમક્ષ ભૂજંગલાલ હજાર દરજ્જે સારો લાગતો. પોતાના અંતરની જ્વાળા તે ભૂજેગલાલને કહેતી. લગ્નની અમુક ફાવે તે ક્રિયા કરવા વિનવતી, પરન્તુ ભૂજંગલાલ તે ઉપર જરાયે ધ્યાન આપતો નહી. 'લગ્નની ક્રિયા ? જગતને દેખાડવાનું શું કામ છે ? સ્વર્ગીય સ્નેહને બીજા ઢોંગની શી જરૂર છે ? પોતે પતિપત્ની જાણે કે લગ્ન આપણું થયું છે પછી જગતની શી દરકાર ?'

ભૂજંગલોલના આ શબ્દથી ગરીબ બિચારી તરલા કાંઇ બોલી શકતી નહી, અને આમ ને આમ એકાંતમાં દિવસ ગાળતી. તરલા હજી એના પિતાને ત્યાં જ હતી. ભૂજંગલાલ સુમનલાલની ગેરહાજરીમાં વારંવાર તરલાને મળતો.

તરલા આજ ગામબ્હાર પોતાના પિતાના બંગલામાં ગઈ હતી. ગામમાં બહુ આવતી નથી. લોકો વાતો કરતાં હતાં. સુમનલાલ જતા રહ્યા હતા એટલે એ ગભરાતી. એ ગભરામણ દૂર કરવા, કાંઈક એકાન્ત અને ખૂલી હવાથી શાન્તિ મળશે માની બંગલે આવી હતી. તરલા બંગલાના પાછલા ભાગના ઓટલા ઉપર પશ્ચિમના સૂર્ય સામે નજર રાખી આરામ ખુરશી ઉપર પડી હતી. 'આમ કયાંસુધી રહેવું? જગતમાં વહેમ છે. હું પવિત્ર છે. લગ્ન કરવા ભૂજંગલાલને કહું છું.' આમ વિચાર કરતી પોતાના નાના ભાઈ કીકાની રાહ જોતી બેઠી