પૃષ્ઠ:Tarlaa.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૯
લોકચર્ચા.

 હતી, ત્યાં પાછળથી કોકનો પગરવ સંભળાયો. તરલાએ પાછળ જોયું તો ભૂજંગલાલ.

'તરલા! કેમ કાંઈ તબીયત ખરાબ છે ?'

'ના, મને કાંઈ જ નથી. ત્હમને જોઈ દીલગીરી નાશી જશે. પણ તમે અહીં ક્યાંથી ?'

'તરલા ! દીલગીર કેમ ?'

'એ તો અમસ્તી જ. હું કીકાની રાહ જોતી હતી.'

‘તરલા ! આમ અચાનક આવ્યો તે ખાતર ક્ષમા કરજે. પણ તારા વિના પળ પણું રહેવાતું નથી.'

'એમાં ક્ષમા શી ! માત્ર લગ્નક્રિયા-'

'તરલા ! એ વાત જવા દઈશ હવે ... તું શેનો વિચાર કરતી હતી ?'

'મારે બીજા શા વિચાર હોય ! એનાએ જ. તો ભૂજંગલાલ! લગ્ન એ મનુષ્યની ઉત્તમ સંસ્થા છે. જનસમાજનું બંધારણ છે, નીતિનો પાયો છે, સ્નેહની પરાકાષ્ટા છે. સ્વર્ગીય સ્નેહ હોય તો પણ જનસમાજના કેટલાક નિયમો, જનસમાજના બંધારણ પાળવા જોઇએ. નહિ તો આપણા દાખલા લઈ અનેક ખોટે રસ્તે દોરાવાના. તમે કહો છો ને હું માનું છું કે પ્રભુની નજરમાં આપણે પવિત્ર છીએ, પણ જનસમાજની નજર છીએ એની સાબીતી નથી. એ મ્હને રાતદિવસ બાળે છે. આપણે પવિત્ર છીએ છતાં મ્હને આમ થાય છે તો જે પુરૂષો કે સ્ત્રીઓ પોતાની પત્નીને કે પતિને બેવફા થતા હશે તેમને કેમ થતું હશે ? ત્હેમને ધૈર્ય કેમ રહેતું હશે ? ચંદાભાભીની ચિન્તા હવે સમજી શકું છું. મને સુખી કરવી હોય. મારું સુખ ચાહતા હો, તે સાથે જગતમાં સારો દાખલો બેસાડવા માગતા હો તો લગ્નની પવિત્ર ગાંઠ બાંધવા તૈયાર થાઓ. નહી તો આજથી મળવાનું બંધ રાખો.'

ભૂજંગલાલ–સ્વતંત્ર જીવનમાં જ રહેલો ભૂજંગલાલ-તરલાનાં