પૃષ્ઠ:Tarlaa.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


આતંર દુઃખ ન સમજી શક્યો અને એણે વાત ફેરવી, 'તરલા ! એમ નજીવી વાત માટે શા માટે દુઃખી થવું? ત્હને એક નહી પણ હજાર વાર કહ્યું કે તું લોકોને માટે કહે છે કે મારે માટે ? સ્વર્ગીય સ્નેહને જગતના નિયમની શી જરૂર છે? જો સાંભળ. હવે શરતની સીઝન આવી. ખાસ શરત માટે જ મ્હેં નવી ઘોડી લીધી છે. મોટા મોટા શેઠીયા, સાહેબો આ શરતમાં ઉતારવાના છે, અને ભૂજંગલાલ પહેલો આવે તો!-'

ભૂજંગલાલ શરતની વાત કરતો હતો, તરલાને ઉત્સાહિત કરવા માગતા હતો, તે જ વખતે ગરીબ બિચારી તરલા વધારે ને વધારે દિલગીર થતી હતી અને વિચારતી:

“અત્યારે એમને શરતનાં સ્વપ્નાં આવે છે. સ્ત્રીના હૃદયમાં આવી વખતે શું થાય છે એ પુરૂષો સમજી શકતા નથી. અરે ! ખરું. છતાં, એક સહેજ હઠને લીધે મ્હને કેટલું દુઃખ થાય છે એ એ સમજી શકતા હત તો કેવું સારું !”

'તરલા! તું શા માટે દીલગીર છે ? એ મ્હેં પૂછ્યું છતાં ત્હેં ન જ કહ્યું.'

તરલા કાંઈ જ ન બોલી. આંખો ચકળવકળ થતી હતી, છાતી ધબકતી હતી. હાથના નખવતી ફૂલની કળી ચોળી નાંખતી હતી.

કાંઇક ગંભીર વાત હોય એમ ભૂજંગલાલને લાગ્યું અને તરલાની પાસે જઈ બોલ્યો.

“તરલા! તરલા! બોલ, બોલતી કેમ અટકી ?'

ત્યારે કહું જ !'

'એમાં શો શક ?'

'મ્હને હવે માનસિક અને શારીરિક આરામની જરૂર છે. જો તરલા પ્રત્યે ભાવ હોય, સુખી થવા ને કરવા માગતાં હો, પવિત્ર છો અને પવિત્ર જીવન ગળાવવા માગતા હો તો, મ્હારા ઉપરથી લોકનિંદા,