પૃષ્ઠ:Tarlaa.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તરલા અથવા ઉર્મિનો આવેગ


હોળી દિવાળીના દિવસોમાં જમવાનું આવતું ને હું જતી તે વખતે કેવા વ્હાલથી, કેવા ઉમંગથી બ્હારીયે જોતા, આડાઅવળા થઈ ચીઠી આપી જતા, લઈ જતા. અરે ! ઘેર રહ્યા પછી પણ પહોર સુધી શું હતું? પેલી મળી ત્યારથી બાજી બગડી. એ રાંડ પણ ચીઠી લખતાં શીખી. હું તો જાણે હિસાબમાં જ નહી. આમ ચીઠી મોકલતી થઈ. અરે રામ ! આ બંગલા, આ લુગડાં, આ આનંદ જોવો ગમતો નથી. વ્હાલા ! વ્હાલા ! ત્હમને આ શું સુજ્યું? મ્હારામાં કાંઈ કવાણો દેખ્યો ? મ્હેં તો ત્હમારા શિવાય કોઈનો સ્વપ્નમાં પણ વિચાર કર્યો નથી. બસ, શા માટે કાલાવાલા કરવા ? હું પવિત્ર છું પછી મ્હારે પણ શી પડી છે? જીવીશ ત્યાં સુધી લોચો ધાન ખાઈ પડી રહીશ, પણ હવે અહીં ઘડી ગમે ખરું ! નોકર ચાકર પણ હવે મ્હારૂં શેનું માને?” એક પાંજરામાં પુરેલી સિંહણ ઉછળ્યા કરે તેમ ચંદા આ વિશાળ એકાન્ત બંગલામાં, પોતાના સૂવાના ઓરડામાં હાથમાંની એક નાની ચીઠી ચોળતી ફરતી હતી. વસન્તલાલ સીનેમેટોગ્રાફ જોવા ગયો હતો અને છેલ્લી બારની લોકલમાં આવવાનો હતો.

વસન્તલાલની પાડોશમાં આજ દશ બાર મહિના થયાં એક ગુજરાતી ટ્રેઈન્ડ સ્ત્રી શિક્ષક આવી હતી. વસન્તલાલ ઉપર ભલામણપત્ર લઈ આવી હતી અને વસન્તલાલના નાના છોકરાને ખાનગી ટ્યુશન આપતી. આ સ્ત્રી શિક્ષક વિધવા હતી, શરીરે દેખાવડી અને સ્વભાવે ચાલાક હતી. હિંદુસ્તાનમાં સ્ત્રીઓ નોકરી કરે, જાહેર કામમાં ભાગ લે, એ એટલો નવિન માર્ગ છે કે સામાન્ય રીતે એવી સ્ત્રીઓની નિંદા થવાની જ. આ સ્ત્રી શિક્ષક ચકોર વિશેષ હતી. સ્ત્રી કરતાં પુરૂષો સાથે વાત કરવાની ટેવ એને વિશેષ હતી એટલે કિંવા વસન્તલાલના અંતઃકરણમાં કાંઈ વિકાર હોય, પણ ગમે તે કારણથી વસન્તલાલ અને એ સ્ત્રી શિક્ષકનો સંબંધ ચર્ચાનો વિષય થયો હતો. જતાં આવતાં લોકો આંગળી કરતા હતા. કાળે કરી આ વાત ચંદાને કાને આવી. પતિનો દોષ કાને પડતાં પવિત્ર ચંદા છંછેડાઈ. અને