પૃષ્ઠ:Tarlaa.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૩
લોકચર્ચા.


હોય તો મ્હારા સ્નેહ ખાતર જાહેર લગ્ન કરો. બ્રાહ્મવિધિ, વૈદિકવિધિ કે હિંદુવિધિથી આજ ને આજ લગ્ન કરો. માતપિતાને ખબર કરો. ફરિયાદ, ન્યાતબહારની તે મ્હને જરાએ દરકાર નથી, માત્ર મ્હારા અતઃકરણના સંતોષની ખાતર લગ્નની જરૂર છે. ભવિષ્યની પ્રજા ઉપર –જનસમાજ ઉપર શી અસર થાય ? આપણા લગ્નની વાત કોણ માનવાનું? અને સુમનલાલ મ્હારે માટે મરી પડતા. એમણે મને હથેળીમાં રમાડી છે. એ માત્ર બહુ જ નરમ હતા. મોગરાના ફુલ જેવા કેવળ મીઠા હતા, ગુલાબના કાંટા હોય તેમ ત્હેમનામાં નહોતું એથી જ મને કાંક ફાવતું નહીં.'

‘પણ તરલા! તું કેવળ ગાંડી છે. એટલું કહેવામાં હરકત શી? તું જ કહે : લોકોની પછી શી દરકાર ?'

'ભૂજંગલાલ! તમને પુરૂષોને અમારી સ્થિતિ ન સમજાય. કોણ જાણે કેમ પુરૂષો અનીતિને રસ્તે જાય તો સ્ત્રીઓ અનીતિને રસ્તે જાય તેટલા હલકા લેખાતા નથી. અનીતિ હોય પછી સ્ત્રી કે પુરૂષ બન્નેને શા માટે સરખી રીતે ધીક્કારવા ન જોઈએ? જ્યાં સુધી લગ્ન જાહેર રીતે ન થાય ત્યાં સુધી પત્ની તરીકે મ્હને જગત કબૂલ ન કરે, આથી મારે મ્હો બતાવવું ભારે પડે. તમારે શું તમને કોઈ કહેવાનું છે ? આજ શરત તો કાલે મીટીંગ, પરમ દિવસ પાર્ટી ને પેલે દિવસ મિજલસ. તમને કોઈ કહેવાનું નથી અને મારે પતિ છતાં, પરમેશ્વરની નજરમાં પવિત્ર છતાં, કેવળ તમારી હઠથી પાપણી ગણાવાનું. કાંક સમજો અને મને ન્યાય આપી મારા જેવી હજારો ભોળી સ્ત્રીઆના માથા ઉપરથી પાપીણીનો આરોપ લઈ લ્યો.'

'તરલા ! તું રજનું ગજ કરે છે. એ વાત જ ભૂલી જા. જગત એની મેળે મુંગું રહેશે. હું તારા આ સ્વભાવથી દુઃખી થાઉં છું. મ્હારા સ્નેહને કારી ઘા લાગે છે. તું મ્હારા સ્નેહ કરતાં જગતની ચર્ચાને વધારે ગણે છે.'