પૃષ્ઠ:Tarlaa.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૪
તરલા અથવા ઉર્મિનો આવેગ

 'ભૂજંગલાલ ! અત્યારસુધી આપણે પવિત્ર છીએ. શણગારભાભીને ત્યાં કે મારે ત્યાં અનેક વાર મળ્યાં હોઈશું પરંતુ મારી જાતને, મ્હારા કૂળને, મ્હારી કેળવણીને એબ આવે એવું મ્હેં કર્યું નથી ને કરવાની નથી. તેમાં હું હલકી પડી, સુમનલાલે મ્હને પાપીણી ગણી એ બ્હારગામ જઈ રહ્યા. સુમનલાલમાં દોષ હશે– છે, પણ એમના જેવા પવિત્ર, સ્નેહાળ મ્હેં કોઈને જોયા નથી. હું તમારા તરફ આકર્ષાઈ એ વાત ખરી, પરંતુ સુમનલાલ માટે મ્હારો ભાવ જરાયે ઓછો થયો નથી. જ્યાં સૂધી લગ્નની પવિત્ર ગાંઠમાં બંધાઈ નથી ત્યાં સૂધી કદાચ આ સારો કે આ, એમ મ્હોટી વયની કન્યાને તેમ જ પુરૂષને કન્યા જોતા થાય તેથી તે કોઈ અપવિત્ર નથી. પરંતુ લગ્ન થયા પછી પુરૂષ કે સ્ત્રી અન્યને ચાહ્ય તો જ અપવિત્ર કહેવાય છે. સુમનલાલ અને તમારામાં કોને હૃદયના સ્વામી બનાવવા એ નિશ્ચય કરવાનું છે. સુમનલાલ ચાલ્યા ગયા, ને પાપીણી માની ચાલ્યા ગયા, અને એમાં એમનો વાંક નથી. લોકો ટીકા કરે, એમને વ્હેમ આવે એમાં બેટું નથી. આપણે પણ બીજાને માટે એમ જ કહીએ છીએ. છતાં લગ્નવિધિ કરવા તૈયાર થાઓ. સુખી થાવ ને સુખી કરો.'

'તરલા ! હઠીલી તરલા ! એ વાત મૂકી દે. સુમનનો વિચાર માંડી વાળ. લોકચર્ચા ખરી ઠરાવ. મ્હને ચ્હીડવ નહીં પણ તારો કરી રાખ. હું ભૂજંગ છું-સાપ છું. રીઝે તો રમે ને ખીજે તો ડસે છે. વિચારજે.'

આટલું કહી ભૂજંગ ચાલ્યો ગયો.