પૃષ્ઠ:Tarlaa.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


લીલાને તમને નહીં પરણાવીયે એમ એની મા કે બાપે ખૂલ્લેખૂલું કહ્યું તો નહોતું.'

'પણ વસન્ત ! તું જાણે છે કે લીલાએ મને ના કહી હતી?'

'ના, તે હું જાણતો નથી, પણ તેની અમૂક જાતની લાગણીના જોરે ભૂજંગલાલ નવી પદ્ધતિમાં રહે, ફેશનબંધ, ઉંચા ને પૈસાદાર કુટુઅનો એટલે જરા લીલાની માને મોહ હતો. લીલા પણ એમ જ અંજાઈ હતી. પણ તમે બે જો મુંબાઈ રહ્યા હતા. બન્નેની સરખામણી થવા વખત આવ્યો હતા તે કોણ સોનું ને કોણ કથીર તે જણાઈ જાત.'

'મોટરમાં ફરનારા, બંગલામાં રહેનારા, ઈસ્ત્રી ટાઈટ થઈ ફરનારા જ સારા-ઉંચા ખમીરના હોય એમ હું માનતો નથી. જેઓના વડવાઓએ પ્રમાણિકતા, સત્યથી જીવન ગાળ્યું છે, જેઓ અનીતિને માર્ગે ગયા નથી, જેઓ પ્રત્યેક પળે પ્રભુમય જીવન ગાળવા યત્ન કરે છે, જેઓ પરને માટે જીવન ગાળે છે, જેઓ પ્રાણીમાત્ર ઉપર રહેમ નઝર રાખે છે, જેના વિચાર ઉચ્ચ છે ને જીવન સરળ છે તે જ ખાનદાન, તે જ ઉંચા કુળના હું માનું છું. મારા પિતા દાદા આવા હતા. એ સદ્દગુણને વારસો મ્હને આવ્યો છે અને મારામાં છે એ વિચારથી હું કાંઈક મગરૂર છું!'

'અરવિન્દ ! તારી વાત ખરી છે. તને ભૂજંગલાલ માટે ખોટા વિચાર બેસી ગયા છે, પણ ભૂજંગલાલ અત્યારે હાજર નથી. પણ અરવિન્દ ! તારી જગાએ હું હોઉં તો હું તો મુંબઈ જાઉં અને...?'

'ના. કદિ નહી. ખરી વાત શી બની છે ત્હેની ત્હને ખબર નથી. લીલાને મ્હેં પોતે મ્હને સ્વીકારવા વિનંતિ કરી હતી અને મને ના પાડવામાં આવી હતી.'

'શું કહે છે? કેવી મૂર્ખાઈ !;

'વસન્ત! જવા દે એ વાત. રાત બહુ ગઈ છે, સૂઈ જઈએ.'