પૃષ્ઠ:Tarlaa.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૦
તરલા અથવા ઉર્મિનો આવેગ

 ત્યારે ભૂલી જતી. ભૂજંગલાલની સાથે બાજી રમવામાં, ગાવામાં અને એવી જ વાતોમાં ઘરનું દુઃખ ભૂલી જતી. ભૂલી જઈ “હવે હું મોટી થઈ છું, પિતાએ મારો વિવાહ કર્યો છે, હજી લગ્ન થયાં નથી તે પછી જ્યારે મને જ્ઞાન મળ્યું છે, મ્હારો સ્વાર્થ સમજી શકું છું; ત્યારે જુની રૂઢીને શા માટે વળગી રહું? ભૂજંગલાલ કાંઇ પરજ્ઞાતિના નથી. મારી માત્ર સગાઈ જ થઈ છે. વાક્દાન ! [૧] હં, એમાં શું ? પણ સુમનલાલ અને ભૂજંગલાલમાં ફેર ? શા માટે એકને છોડી બીજાને લઉં ? મ્હેં કેટલીક અંગ્રેજી ચોપડીઓમાં વાંચ્યું છે તે Love at first sight, પહેલી નજરનો સ્નેહ તો નહી હોય ને ? ઘણી વાર ભોળી સ્ત્રીઓ અંજાઈ જાય છે એમાંની હું તો નહી થાઉને? ના, ના. ભૂજંગલાલ એવા છે જ નહી. પણ લગ્ન ? લગ્નક્રિયાની જરૂર છે ખરી ? ભૂજંગલાલ લગ્નને બંધન માને છે, એ તો કુદરતી કાયદાને માને છે. મનુષ્ય, સુધરેલી પ્રજામાં જ લગ્ન છે પણ એ કાંઈ ઈશ્વરી કાયદો નથી એમ માને છે, તો પછી લગ્ન ન કરે, એમની ઈચ્છા પ્રમાણે લગ્નની ક્રિયા વિના એમના પત્ની થાઉં તો પછી, કદાચ એ મને છોડી દે તો ? ના, ના. સાચા પ્રેમમાં એવી શંકા શી ? પણ એમને મારા તરફ સાચો પ્રેમ હશે ? કહે છે ને એમણે ઘણીને દુઃખી કરી છે. લીલા જ લીલાને ચાહતા નહોતા ? લીલાની પાછળ પાછળ ફરતા હતા. ને, પણ ના, લીલા તરફ સ્નેહ નહોતો એમ એ કહેતા ત્યારે હું શું કરું? ' આવા અનેક વિચારો આવતા.

બીચારી તરલા-લાગણીના જોરથી ખેચાતી તરલા ભૂકંગલાલના વિશ્વાસમાં રહી અને સુમનલાલને સ્થળે ભૂજંગલાલને સ્થાન મળ્યું. દુઃખની વાત એટલી જ હતી કે સુમનલાલનો જાહેર ત્યાગ કરવા, પિતાને કહી મનમાનીતા પતિ સાથે જાહેર લગ્ન કરવા તરલાની હિમત ન રહી. ભૂજંગલોલે બનતી સવડે, બ્રાહ્મ લગ્નવિધિથી લગ્ન


  1. ૧. મ્હોડેથી કરાર.