પૃષ્ઠ:Tarlaa.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૧
તરલાની મુંઝવણ.


કરવા વચન આપ્યું હતું. હૃદય મળ્યાં છે પછી લગ્ન વિધિની શી જરૂર છે ? એમ એ કહેતા, પરન્તુ તરલાના મનમાં એ વાત ન વસી. દરરોજ જ્યારે મળતાં ત્યારે લગ્ન કરી લેવા, અને જાહેરમાં પતિ પત્ની થવા ભૂજંગલાલને વિનંતિ કરતી. ભૂજંગલાલ આજકાલ કરી વાત વિસારે પાડતો અને સ્વર્ગીય લગ્ન––સ્વર્ગીય સ્નેહના સ્વપ્નોમાં -વિચારમાં–માન્યતામાં સમય નિકળી ગયો.

તરલાના અંતરના સંસારમાં અત્યારે કોઈ નહોતું, બાલ્યાવસ્થાથી લાલનપાલનમાં ઉછરી હતી, ગાડીઘોડામાં ફરી હતી, દુઃખનો પવન સરખોય જોયો નહોતો. અનીતિનું સ્વપ્ન નહોતું. પૂર્વ અને પશ્ચિમના સારા વિચારો દાખલ થયા હતા અને સુમનના સહવાસમાં, સુમનના પ્રેમમાં આનંદ માનતી તરલા સંસારની અનેક આશા બાંધતી, જીવન ગાળતી હતી. ત્યાં અકસ્માત ભૂજંગલાલનો પ્રસંગ પડ્યો અને તરલાના તરલ હૃદયમાં મોજાં આવવા લાગ્યાં. ભૂજંગલાલને કદિ કદિ શણગારભાભીને ત્યાં મળતી. સુમનલાલ સાથે વિવાહ તોડી, ન્યાતના આપવા પડતા દંડ પોતે ભરી ભૂજંગલાલ તરલાને પોતાની સાથે સંબંધ રાખવા સમજાવતો, અને તરલા માબાપને કેવી રીતે કહેવું, વિવાહ શી રીતે તોડાય, સુમનલાલનું શું થાય એ વિચાર કરતી ત્યારે એની મુંઝવણનો પાર નહોતો. ભૂજંગલાલ અને સુમનલાલ ત્હેની નીતિ અને પ્રેમની કોર્ટમાં પોત પાતાનો બચાવ કરવા આવતા. ભૂજંગલાલ ખરો ઉદાર, પ્રેમાળ અને સ્ત્રીને–સ્ત્રીની કોમળ લાગણીને પોષનાર પતિ થઈ શકે એમ છે. એમનું કદાવર દેખાવડું શરીર, એમની રસિક્તા, એમનો પ્રેમ, એમની બોલવાની ને હસવાની છટા, એમનો ભાવ ખરેખર અજબ છે. ત્યારે લગ્ન કરવાની કેમ ના પાડતા હશે ? વિવાહ તો આજ તોડું-– માબાપને કહું એમાં શું! જ્યાં હૃદય લઈ જાય ત્યાં જાઉં, પરનાતના નથી. પણ લગ્નની કેમ ના કહે છે? સુધરેલા છે, સુધારાવાળા છે. બ્રાહ્મવિધિથી લગ્ન કરે ત્હેની મ્હને કયાં ના છે? પણ એ તો લગ્નની જ સામા છે. ઈશ્વરને માને છે કે