પૃષ્ઠ:Tarlaa.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૩
તરલાની મુંઝવણ


છે છતાં ગુલાબ ગમે છે. પત્નીને પતિ પણ ગુલાબ જેવો જ જોઈએ. સુમન તમે સુમન [૧] છો પણ ગુલાબનું નહી! તમે નાનપણથી સાથે રહ્યા છો એટલે જે સદ્દગુણો, પ્રેમભાવના છે તેમાં મ્હને મોહ નથી લાગતો. શું આટલા માટે જ હિંદુઓમાં લગ્ન થતાં સુધી પતિ પત્ની-વર વહુ સાથે રહેતાં નહી હોય ? કોઈ કોઈ વાર મળતાં, હૃદય આકર્ષાય છે. પતિ કેમ ખુશી થશે, પત્નીને શું ગમે છે, એમ એક બીજા માટે થાય છે, ને છૂટાછેડા ન થઈ શકે એમ હોવાથી એક બીજા વધારે લાગણીથી ગાઢા સબંધમાં આવે છે. સુમનલાલ ! મ્હેં તમને તે રાત્રે ન કહેવાના શબ્દ કહ્યા, તમારા સ્નેહભર્યા શબ્દો ન ગણકાર્યા, જેમ ફાવે તેમ ઉત્તર આપ્યા હતા. તમારા ચહેરામાં, તમારા નામમાં, તમારા બોલમાં પ્રેમ જોનારી હું જ તેને સર્વ નિરસ લાગ્યું. નિરસ લાગે છે ! હું તે કેવી ! તરલા! ખરે, મારી ફોઈએ મારું નામ તરલા પાડયું છે તે વ્યાજબી જ છે. ત્યારે શું કરું? મ્હારું ચિત્ત ઠેકાણે બેસતું નથી. ભૂજંગલાલ જાહેર લગ્ન કરવા તૈયાર હોય તો હું તૈયાર છું; પણ એમ ન હોય તો સુમનલાલ. ત્યારે સુમનલાલ તરફ પ્રેમ કે ભૂજંગલાલ તરફ? એક સુધરેલી–ભણેલી કન્યાના વર્તનનો દાખલો જગત લેશે, એ દષ્ટાંત ઉપર જ નીતિનું ધોરણ ઉંચું નીચું ગણવાનું.” ભૂજંગ અને સુમન બે વચ્ચે તરલાનું હૃદય ઝોલાં ખાવા લાગ્યું. પ્રેમ અને લાગણીનો નાજુક તફાવત ન સમજાયો. “સુમનલાલ તરફ હૃદય ખેંચાય છે તેને પ્રેમ કહેવો અને ભૂજંગલાલ તરફનાને લાગણી કહેવી ? ના, બસ સુમનલાલ સુમન ! એ ચાલ્યા ગયા છે પણ દુનિયાને છેડે હશે ત્યાંથી એમને ખોળી લાવીશ.” આમ તરલાના હૃદયમાં વિચારોની મારામારી ચાલતી હતી ત્યાં ભૂજંગલાલ આવી પહોંચ્યો.

સૂર્યના પ્રચંડ કીરણે ધૂમશ દૂર થાય છે તેમ ભૂજંગલાલના


  1. ૧. ફૂલ