પૃષ્ઠ:Tarlaa.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૮
તરલા અથવા ઉર્મિનો આવેગ

 તો મીઠું ભાષણ, કાં તે સત્તા, કાં તો પૈસો, એ જ આકર્ષણનું કારણ હોય છે. લગ્ન થતાં પહેલાં બન્નેની ઈચ્છા એકબીજાને ખુશ રાખવાં એ હોય છે, એટલે દુર્ગુણ કે ખરાબ સ્વભાવ બહાર જતો નથી. આથી સારા અંશો જ બહાર જાય છે, પરંતુ લગ્ન થયા પછી જ -બન્ને ચોવીસે કલાક સાથે રહ્યા પછી-એકબીજાના ગાઢ પરિચયમાં આવે છે, અને ત્યારે જ એકબીજાં ખરા રૂપમાં પ્રકાશે છે. ત્યારે જ અસંતોષ ઉત્પન્ન થાય છે. જેને તેઓ સ્નેહ સમજતાં તે માત્ર લાગણી જ હતી, બળવાન આવેગ હતો એમ લાગે છે, અને પછી સહનશીલતા, ક્ષમા, પોતાનામાં દોષ ન જોવાની ટેવે કેમે કરી છૂટા થવા ઇચ્છા રાખે છે. તરલા ! આમ બધામાં હોતું નથી હો. જ્યાં માબાપની મંજુરીથી કામ થાય છે, ત્યાં કુટુમ્બમાં નાનપણથી સારી કેળવણી અપાય છે, ત્યાં તે આવાં લગ્ન સ્વર્ગીય સુખરૂપ બને છે. પણ એ લાગણી અને સ્નેહ વચ્ચેનો ભેદ સમજવો જ મુશ્કેલ છે.”

'ભાભી, પણ આપણી રીત તે ખોટી જ ને?'

'તરલા! જો નાનપણથી વિવાહ કરી નાનપણમાં જ લગ્ન કરી દે તો તો ખોટી જ. પણ નાનપણમાંથી લગ્ન ન કરતાં માત્ર સગાઈ કરે અને બન્નેને એ કેળવણી મળતાં બે વચ્ચે સ્નેહ જમાવે તો એમાં દૂખ નથી.'

'ભાભી ! એ એક જાતનું બંધન નહી ?'

‘બંધન ! બંધન વગર તો સુખ છે જ નહી. બાળકને મરજીમાં આવે ત્યારે ને તેટલું ખાવા આપીએ તો અજીર્ણ થાય. ત્યારે તો પરણ્યા પછી પણ બંધન શા માટે? અમુક ઘરમાં રહેવું એ પણ બંધન, નોકરી કરવી કે ખાવું એ પણ બંધન, એક ગામમાં રહેવું એ પણ બંધન. તરલા ! તમારા ભાઈની વકીલાત કરવા આવ્યાં ત્યારે તે એમ કહેતાં હતાં કે 'બ્હેન ! આપણે આપણું જ સુખ ન જોવું, બીજાના સુખમાં જ આપણું સુખ છે. સહન ન થઈ શકે, ઘડીઘડીમાં ચ્હીડાઈ જવાય, કે અસંતોષ થાય એ મન ઉપર કાબુ નહી હો ! સહનશીલતા-