પૃષ્ઠ:Tarlaa.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


શરત જોવા આવનાર હતા. તરલા શરત જોવા પ્રથમ ઉત્સુક હતી. એ ઉમંગ ભૂજંગલાલ અને શણગારભાભીએ વધાર્યો હતો, પરંતુ ચંદાભાભીની મુલાકાત પછી એ ઉત્સાહ ભાંગી પડ્યો હતો. સુમનલાલને મળવા, ત્હેનો શાન્ત ચહેરો જોવા, ત્હેના પ્રેમાળ નેત્રમાંથી ઝરતી અમી પીવા જ અધીરી થઈ હતી.

એટલામાં શણગાભાભીની ચીઠ્ઠી આવી.

'વ્હાલી બ્હેન તરલા !

હમણાં તો તું મળી નથી. ચંદા આવ્યા પછી અમને ભૂલી ગઇ લાગે છે. શરતમાં ભાગ લેવાના છે અને તું ત્યાં હોય તો સારું એમ ઈચ્છે છે. તૈયાર રહેજે. હું એ બાજુ ગાડી હંકાવીશ. આપણે સાથે જ જઈશું.

ત્હારી શુભેચ્છક
શણગાર.
 


આ ચીઠી વાંચતાં તરલાના હૃદયમાં ખળભળાટ જાગ્યો “શરન! શરતમાં મ્હારે નથી જવું! શણગારભાભીને ના કેમ કહેવાય ! એમને ના કહી ક્યાં ? એટલે ભૂજંગ. ભૂજંગ શરતમાં ભાગ લે તેમાં મ્હારે શું ? મ્હારા સુમન ભાગ લેતા હોય તો ઠીક, ભૂજંગ ને મ્હારે હવે શું છે ? ના, બસ. ન જ જવું ભૂજંગથી દૂર જ રહેવું સારું. એનું ઝેર ચ્હડે છે. એનો પ્રભાવ જ બીજો છે. એ મ્હારા ઉપર સત્તા ચલાવે છે. ત્યારે શું કરું? જાઉં તો ખરી. એ વાઘ તો નથી. મારું મન મ્હારા કબજે હવે નહી રહે ?” આટલો વિચાર કરી તરલાએ કપડાં પહેર્યાં. તરલા યુવાન હતી, સુંદર હતી, તંદુરસ્ત હતી એટલે નાજુક ઝીણા અને આછા અભૂષણે ત્હેની સુંદરતામાં વધારો કર્યો. પોપટીયો ઝીણો ફાશીનો સાળુ, સહેજ ફુલેલો બાંયનો કબજો, ગળામાં એક મોતીની શેર, કપાળમાં ચાંલ્લો એ બધું તરલાને આકર્ષક બનાવવા બસ હતાં. એટલામાં ગાડીનો ખખડાટ સંભળાYઓ અને શણગારભાભી હશે માની તરલાએ બ્હારીએ ડોકીયું કર્યું તો શણગારભાભીને બદલે સુમનલાલ. ! તરલા