પૃષ્ઠ:Tarlaa.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૩
શરતમાં.

 -નિર્દોષ ભોળી તરલાએ સુમનલાલને જોયો કે તરત જ ત્હેની છાતી ધબકવા લાગી—' ઉડીને હેઠળ પડું ? હૃદય સાથે દાબું? પગે પડી ક્ષમા માગું ? ચ્હીડાયા હશે કે રાજી હશે ? ચંદાભાભીએ શું કહ્યું હશે કે આમ અચાનક કહ્યા કર્યા વિના આવી ચડ્યા? આમ અનેક વિચારો થઈ આવ્યા. સુમન ઉપર આવ્યો. તરલાને તૈયાર થયેલી જોઈ, હાલના પ્રસંગને લઈ કાંક વ્હેમાયો અને મશ્કરી-કાંક કાંક વ્હેમની મિશ્ર લાગણીથી બાલ્યો –

'તરલા! આમ બનીઠની ક્યાં જવાની તૈયારી કરી ? શરતમાં કે? હાં હાં ! ભૂજંગલાલનો ઘોડો દોડવાનો છે ખરું ને?' સુમનલાલના મનમાં હજ વ્હેમ છે એ વિચાર આવતાં જ તરલાનો ઉત્સાહ પડી ભાંગ્યો. વ્હેમ દૂર કરવાનો ઉપાય, કોઈને સુધારવાનો ઉપાય મેણાં મારવાં કે એ વાત કાઢવી એ નથી–હોય જ નહિ. એમ કરી એ વાત ન સંભારતાં પ્રેમપૂર્વક સદભાવ દર્શાવો એમાં જ લાભ છે. તરલા સુમનને મળવા, તેની સાથે પ્રેમ વાતો કરવા ઉત્સુક હતી ત્યાં આ શબ્દે ખંચકાઇ.

'સુમન ! ચંદાભાભીએ હજી ખાત્રી કરી આપી લાગતી નથી. હું ચાતકની પેઠે ત્હમારી રાહ જોઉં છું. પ્રિય સુમન ! ક્ષમા આપો : ભૂતકાળ વિસારો. હું તમારી જ છું. અજ્ઞાન છું, કદાપિ ભૂલ કરું તો સુધારો. હવે તો નહી જાવ ને? ગમે તેમ કરી અહીં જ બદલી કરવોને ? અગર હવે આપણાં જલ્દી લગ્ન થાય તો જ્યાં તમે ત્યાં. મને કાગળ કે તાર કરવો હતો ને! શણગારભાભીને ના લખત. હમણાં શરતમાં તેડી જવા તે આવશે તે ઘણે દહાડે મળ્યા છીએ તેમાં વિઘ્ન આવશે ! પ્રિય સુમન, હું તમને પહેલાં ચ્હાતી પણ હાલના નવા સ્નેહમાં-વચમાં વિઘ્ન આવ્યા પછી–ત્હમને જોઈ ને વધારે આનંદ થાય છે. મારા મન ઉપર કાટ ચડી ગયો હતા–મેલ હતો તે ચંદાભાભીએ દૂર કર્યો.'

'તરલા! કાંઈ નહી, મ્હારે પણ શરતમાં જવું છે. શણગારભાભીની