પૃષ્ઠ:Tarlaa.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૫
શરતમાં.

શરતમાં? શું પહેલેથી મળવાનું નક્કી કર્યું હશે? મ્હારી સાથે વિવાહ થયો છે, અમારામાં તોડાય નહી એ ધારો છે, છતાં બેશરમ થઈ શરતના મેદાનમાં હજારો માણસ વચ્ચે ત્હેને મળશે? ત્યારે મને પ્રેમથી બોલાવ્યો, ચાહ પાયો તે શું ઢોંગ! તરલા અને ઢોગ એ સાથે કેમ હોય ત્યારે નબળા મનની મ્હોકાણ!'

'તરલા! ચાલ. સુમનલાલ! આવો છો ?'

'ના. તરલા ! તું જા.'

તરલા અને શણગારભાભી ગયાં. સુમનલાલ પણ થોડી વારે નિકળ્યો.

શરતના મેદાનમાં અસંખ્ય માણસો ભેગાં થયાં હતાં. વિશાળ મેદાનમાં સ્થળે સ્થળે તંબુઓ–માંચડાઓ નાખી દીધા હતા. તંબુઓમાં સ્ત્રીઓ હાથમાં રૂમાલ, પંખા લઈ હલાવતી હતી. પુરૂષ સ્ત્રીઓને સમજાવતા હતા. બાળકો આમતેમ દોડતાં હતાં. વખતોવખત સોડા, લેમનની બાટલી ઉઘડવાના અવાજ આવતા હતા. કયા માણસે કેવાં લુગડાં પહેર્યા છે, પેલી કોણ, એની સાડી તો જો, એના બુટની એડી કેવી છે ? એના ગળાનો હાર સારો છે ! એવી અંદર અંદર વાત થતી હતી. શણગારભાભી ને તરલા તંબુ પાસે ગયાં કે તરત જ તંબુમાંથી રૂમાલ ઉડ્યા અને 'શણગારભાભી, આમ આવો,' 'તરલાબ્હેન આમ આવો,’ ના પોકાર થઈ રહ્યા. આખરે શરત બરાબર દેખાય એવે સ્થળે તરલા અને શણગારભાભી બેઠાં. તરલાની પાછળ જ ચંદા બેઠી હતી. ગમે તો તરલાનું ધ્યાન તે તરફ ગયું ન હોય અને કાં તો ચંદા જાણીજોઇને મુગી રહી હોય, ગમે તેમ, પણ ચંદા પાછળ જ છે એની ખબર તરલાને રહી નહીં. થોડીવારમાં સુમનલાલ એકાદ બે ઓફીસરોની સાથે આવ્યો. સુમનલાલ ઓદ્ધેદાર હતો, મળતાવડો હતો અને સ્વમાન જાળવી શકે એમ હતો એટલે તંબુમાં પેસતાં જ એને યોગ્ય આવકાર મળ્યો, અને તરલાને સંતોષ થયો. પોતાના ભવિષ્યના પતિનું બ્હાર આટલું સન્માન છે એ ત્હેણે આજ જાણ્યું, અગર આજ જ તેના ધ્યાનમાં આવ્યું. ચંદાની સાથે વાત થયા