પૃષ્ઠ:Tarlaa.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૬
તરલા અથવા ઉર્મિનો આવેગ.

 પછી–સુમનલાલની સાથે છેલ્લી ગોષ્ટી થયા પછી-તરલા શાન્ત હતી. સુમનલાલ પ્રત્યે સદ્દભાવ-પ્રેમ જાગ્યો હતો. શરતની શરૂઆત થવાનો સમય થયો. નાટકમાં જેમ ત્રીજી ઘંટડી વાગે તેમ બ્યુગલ ફુંકાયું. શરતમાં ઉતરનારા એક પછી એક મેદાનમાં આવ્યા. તંબુમાં અંદર અંદર ઓળખાણ અપાઈ. છેવટે ભૂજંગલાલ પાણીદાર ઘોડા ઉપર દેખાયો. ભૂજંગલાલને જોતાં જ તરલાના હૃદયમાં એકદમ ધડાકો થયો. તરલાએ દૂર બેઠેલા સુમનલાલ તરફ જોઈ ભૂજંગલાલને વિસરવા પ્રયત્ન કર્યો. ત્યાં શણગારભાભી બોલ્યાં:

'તરલા ચાર આપણે મુંબઈના શેઠીયાની માફક શરત મારીશું ? ભૂજંગલાલ પહેલો આવશે ? ન આવે તો મ્હારે સો રૂપીઆ આપવા, નહી તે ત્હારે !'

જે ભૂગલાલની વાતથી દૂર રહેવા માગતી હતી, જે ભૂજંગલાલને હૃદયમાંથી કાઢી નાંખવા માગતી હતી, તે જ ભૂજંગલાલ નજરે -કાને પડતો હતો અને તરલા વધારે વધારે મુંઝાતી હતી. શણગારભાભીને કાંઈ કહી શકતી નથી.

શરત શરૂ થઈ. તરલા સામાન્ય રીતે દરેક ઘોડાવાળા તરફ જોતી. આગળ જતો તેને માટે આનંદ, પાછળ પડે તે માટે દીલગીરી ત્હેના મ્હોં ઉપર જણાતાં હતાં. સુમનલાલ ઘડીમાં શરત તરફ તો ઘડીમાં તરલા તરફ જોતો અને શરતમાં આટલો ઉત્સાહપૂર્વક ભાગ લે છે તે માત્ર ભૂજંગને માટે જ એમ એના વ્હેમાયલા હૃદયને લાગ્યું. સુમન ખિન્ન થયો. શરત પૂર જોરમાં ચાલતી હતી. બે ચાર પડ્યા, ઉઠ્યા, વળી દોડ્યા. છેવટે ભૂજંગ અને એક બીજો રહ્યો અને મેદાનમાં ચારે બાજુ શાન્તિ ફેલાઈ. બધાંનાં મન અધિરાં થઈ ગયાં. ભૂજંગ પહેલો આવશે કે કેમ એની વાતો-શરત થઈ. તરલા ને શણગારભાભી ભૂજંગલાલના રૂપના, ભૂજંગની હિમતના, ભૂજંગની ઘોડો દોડાવવાની છટાના વખાણ કરવા લાગી, અને ગરીબ બિચારી તરલા પાણીના પૂરમાં ઘસડાઈ આવેલી નાની બતકડી કે નિર્જીવ હોડીની