પૃષ્ઠ:Tarlaa.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૭
શરતમાં.


માફક દરિયાના તોફાનમાં ઝોલાં ખાવા લાગી. તરલા પહેલાંની તરલા નહોતી. ભૂજંગલાલને ભૂલવા માગતી હતી, ભૂજંગલાલથી દૂર થવા માગતી હતી. અત્યારે જ એનું ચાલતું હત–એને લોકલાજની ચિન્તા ન હોત–તો બધેલી હરીણી હરણ પાસે જઈ ઉભી રહે છે, નાજુક વેલી વાવાઝોડામાં વૃક્ષોને વળગી પડે છે, નિર્દોષ બાળક ગભરાઈ માતાના ખોળામાં લપાઈ જાય છે, તેમ તરલા અત્યારે સુમનની છાતીમાં સમાઈ શાન્ત થાત. તરલાના હૃદયમાં આવી લાગણી થતી અને એ લાગણી સીનેમેટોગ્રાફની ફીલ્મ માફક મ્હોં ઉપર દેખાતી હતી. પરંતુ સુમનલાલ આ લાગણીનો જૂદો જ અર્થ કરતો હતો.

"એ તે એજ. મને છેતરે છે. હજી ભૂજંગલાલ મનમાંથી ખસ્યો નથી. ખસ્યો હોય તો ભૂજંગલાલ તરફ આમ જોવાય જ કેમ! સ્ત્રીએ પરપુરુષનો વિચાર જ કેમ કરવો? મોટી ઉમરે લગ્ન કરવાથી શો લાભ ? હજી લગ્ન કરતાં શું થાય છે? બસ ના કહું. આવીને પરણી હું શું સુખી થઈશ.” એટલામાં અવનવો બનાવ બન્યો. ભૂજંગનો ઘોડો પુરપાટ દોડતો હતો ત્યાં વચમાં ઘોડાએ ઠોકર ખાધી અને ભૂજંગ ઉછળીને દર પડ્યો. પડતાની સાથે જ આખા મેદાનમાંથી ચીસો સંભળાઇ, 'ભૂજંગ મુવો', એની ડોક મરડાઇ ગઈ ગઈ', એનો પગ ભાંગ્યો', 'બચાવો' ની બુમ પાડતાં જ રાહતની લાલસા રાખનારા, પોલીસ અમલદારો, ડાકટરો અને સીપાઇઓ દોડ્યા. પરન્તુ ભુજંગના અકસ્માત સાથે તંબુમાં પણ અકસ્માત થયો. તરલાથી ચીસ પડાઈ ગઈ અને તરલા મુર્છિત થઈ શણગારભાજી, ચંદા અને સુમન આવ્યાં ને તરલાને આશ્વાસન આપવા લાગ્યાં. ઠ્ંડું પાણી છાંટ્યું. તરલાએ આંખ ઉઘાડી. જુવે છે તો સામે શાન્ત દેખાતો પણ અંતરમાં બળતો સુમનનો ચહેરો જોયો. આ સમય ચર્ચા કરવાનો, હા-ના કરવાનો નહોતો. શણગારભાભી કહે કે - તરલાને હું લઈ જાઉં. ચંદા કહે હું લઈ જાઉં અને સુમને કહ્યું હું લઈ જાઉં. તંબુમાં ચર્ચા શરૂ થઈ. માણસોને અભિપ્રાય પસાર કરવામાં,