પૃષ્ઠ:Tarlaa.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૧
ગાડીમાં.


'તરલા ! આમ કેમ? શું હું તને નથી ગમતો ? એમ હતું તો મને બોલાવ્યો શું કામ ?'

'તમે આવા વ્હેમી ક્યાં સુધી રહેશો ? વ્હેમમાં ને વ્હેમમાં અનેક કુટુઓ પાયમાલ થઈ ગયાં.'

'આને તું વ્હેમ કહે છે? મારી સાથે વિવાહ થયા છતાં, મારા દેખતાં તું બીજાની ચિન્તા કરે, એ હું જોઉં છતાં વ્હેમ ?'

'વ્હેમ નહી તો બીજું શું ? હું કબૂલ કરું છું કે થોડા દિવસ ભૂજંગલાલ તરફ મારું મન આકર્ષાયું હતું, પરન્તુ ભલું થજો ચંદા ભાભીનું! એમણે બચાવી છે.'

‘વારુ, એમ હતું તો આજ ભૂજંગલાલને અકસ્માત થયો ત્યારથી મ્હારી સાથે તું બોલી છે ? ભૂજંગલાલને કેમ હશે? એમની કાઈ ખબર લાવો. હું એમની પાસે જાઉં !' એમ હજારો માણસ વચ્ચે તું બોલી એ સારું કહેવાય? લોકો વાતો કરે છે વાતો.'

'લોકો વાતો કરે તો કરવા દો. એમને ટેવ પડી. એક માણસ તરીકે મરવા પડેલા બીજા માણસને માટે લાગણી થાય તો દાબી દેવી કે?'

'ના. દાબી ન દેવી, પણ તરલા ! ખરું બોલ, ભૂજંગલાલને બદલે બીજા કોઇને અકસ્માત થાત તો ત્હને આટલું થાત કે?'

'વારુ. પણ તમે કહેવા શું માગો છો ?'

'એજ કે ત્હારી આ વર્તણુક ન છાજતી છે. ત્હારે સુખી થવું હોય-મ્હને સુખી કરવો હોય-આપણ બન્નેને સુખી થવું હોય ભવિષ્યમાં ભૂજંગલાલનું નામ ન લેવું !'

તરલાના હૃદયમાંથી હજી ભૂજંગલાલના ભણકારા ગયા નહોતા. આછા ઝીણા સંસ્કાર હતા અને તે જાગૃત થયા.

'શું ભૂજંગલાલનું નામ ન લઉં? એાળખાણ નહોતી તે વેળા કેવળ મ્હારી મરજી જોઈને જ ગ્રાન્ટરોડના સ્ટેશન ઉપર બસો રૂપીઆ