પૃષ્ઠ:Tarlaa.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


કાઢી આપનાર ભૂજંગલાલ જ હતો. અત્યાર સુધીના મ્હારા જીવનમાં રસ લાવનાર ભૂજંગ લાલ છે, એને જરા સંભારૂંએ નહી ? શું ત્હમે પુરૂષ કોઈ બીજી સ્ત્રીનો વિચાર પણ નહીં કરતા હો? એકની સાથે વિવાહ થવાનો હોય છે ને બીજીની સાથે થાય છે તો પહેલીને સંભારનાએ નહીં હો? એના ગુણદોષનો વિચાર કરતા જ નહી હો ? રસ્તે જતાં કોઈ સ્ત્રી માટે સારા ખોટા વિચાર જ નહી આવતા હોય, ખરું ને? પુરૂષ એવા મહાત્મા ખરું ને? જેટલા ને જેવા વિચાર પુરૂષોને થાય છે તેનાથી અડધા પણ અમને સ્ત્રીઓને નથી થતા. પુરૂષ ગમે તે સ્ત્રીઓ સાથે નિર્દોષપણે પણ વાત કરે, બોલી શકે ને અમે સ્ત્રીઓ થઈ એટલે થઈ રહ્યું ! અમે જે કોઈ પુરૂષ સાથે વાત કરીએ એટલે ખરાબ ! નાટક, ચોપડી પણ સ્ત્રીઓને વાંચવા લાયક નથી એવા અભિપ્રાય આપો. ત્યારે પુરૂષોએ હલકી વૃત્તિવાળાં નાટક-ચોપડીઓ વાંચવી એમ ? જેટલી પુરૂષોથી દુનિયામાં અનીતિ ફેલાય છે તેટલી અનીતિ સ્ત્રીઓથી ફેલાતી નથી !'

‘તરલા ! તરલા ! ત્હારું ભાષણ મ્હારે નથી સાંભળવું. લોકોમાં વાત થતી અટકાવવી, ભણતરને નામોશી આવતી અટકાવવી એ મ્હારી ને ત્હારી ફરજ છે.'

'તે હશે, પરંતુ ડસકેડસકાં ખાતાં બાળકને કહેવું કે એકદમ ચુપ રહે એ કેમ બને ? દોડતા ઘોડાને કે ફાસ્ટ જતી ટ્રેઇનને એકદમ ઉભી રાખવી એ કેટલું અશક્ય છે તે જાણો છો ? ભૂજંગલાલે મ્હારા મગજ ઉપર કેટલી અસર કરી હતી-કરી છે, ચંદાભાભીને લીધે તે અસર દૂર નહી થાય ? હું તરલા છું, તરલ છું. પ્રેમમાં, સંસારના વાવાઝોડામાં બાળક છું. 'રમકડું નાંખી દે, ખરાબ છે' એમ કહેવાથી રમકડું નખાય નહી. બીજું સારું આપો તે જ નાંખી દે. વખત જતાં અને ત્૯મારા સહવાસથી હું દૃઢ થઈશ.'

‘તરલા! તરલા ! એ નહી બને. કાં તો હું નહી ને કાં તો ભૂજંગ નહી.'