પૃષ્ઠ:Tarlaa.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૩
એકલાં


આ શબ્દો પુરા થયા અને ઘર આવી પહોંચ્યું. તરલાએ સુમનલાલને આવો ઉશ્કેરાયેલો કદી જોયો નહોતો. 'એ નહી બને.' એટલે ? 'કાં તો હું નહી અને કાં તો ભૂજંગ નહી' એનો અર્થ શો? શું આપઘાત કરશે અગર ભૂજંગનું ખૂન કરશે ? ખૂન ! ખૂનનો વિચાર થતાં તરલા ત્રાસી. મારે માટે આપધાત ! ખૂન ! ત્યારે લ્યુકેશિયાની માફક, પવિત્ર કૃષ્ણકુમારીની માફક હું જ શું કામ ન મરું ? ભૂજંગને ચેતાવું? શા માટે ? ભૂજંગનેને મ્હારે હવે શું ? મ્હારે કાંઈ નહીં, પણ મ્હારે માટે ખૂન થાય તો ? ઓ પ્રભુ! આ શું? ચંદાભાભી ! ત્હમે મ્હને મુંબઈ કયાં બોલાવી !'

પ્રકરણ ૧૦ મું.

એકલાં

.

ઘર આવ્યું, ગાડી ઉભી, કોચમેને બારણું ઉઘાડ્યું, પણ બન્ને બોલ્યાચાલ્યા વિના જ પુતળાની માફક બેઠાં. સુમનલાલનો જેને અનુભવ છે તેવાને સુમનલાલની આ વર્તણૂક વિચિત્ર લાગ્યા વિના રહે જ નહી. ગુસ્સો એના સ્વભાવમાં જ નહોતો છતાં આટલે ગુસ્સો ક્યાંથી? પરન્તુ સુમનલાલને ગુસ્સો-ક્રોધ ઉત્પન્ન થવાનો પ્રસંગ નહોતો. પૈસો, માન અપમાનનો એને મોહ નહોતો. એટલે એ ખાતે એને જરાયે લાગે એમ નહોતું. સુમનલાલે સંસ્કૃત ને ઈગ્રેજી કાવ્યનો અભ્યાસ કર્યો હતો. સ્નેહજીવનનાં અનેક સ્વપ્નાં જોયાં હતાં. તરલા જેવી સંદર્યવાન, બુદ્ધિશાળી, તંદુરસ્ત ગહિણી, પત્ની, સહધર્મચારિણી સાથે ઉંચું જીવન ગાળવાની અભિલાષા હતી. તે જ તરલા આમ બેવફા નીવડે એ કેમ ખમાય ? ભૂજંગલાલને એ ચહાતી કેમ મનાય ? હજી ભૂજંગલાલને ભૂલી છે એની ખબર કાઢવા, એના પ્રત્યે સદ્ભાવ દર્શાવવા તૈયાર છે, અને તે પણ મારી મરજી ઉપરાંત, લોકોમાં શું કહેવાશે ? ધણી બાયલો છે, ધણીનું કાંઈ ચાલતું નથી. એ ચોખ્ખી હશે