પૃષ્ઠ:Tarlaa.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૪
તરલા અથવા ઉર્મિનો આવેગ.


એમ પણ હવે કેમ મનાય ? ને હોય તો પણ શું? એ નહી બને. કાં હું નહી ને કાં ભૂજંગ નહી. જર્મની કે ફાન્સ હત તો અત્યારે દ્વંદ્વયુદ્ધ કરી બેમાંથી એકનો અંત આણત. છૂટાછેડા ! ખરેખર જે ન્યાતોમાં છૂટાછેડાનો રીવાજ છે તેમાં કેટલી સગવડતા ! ફાવ્યું નહી કે બસ રામરામ! એમાં ગેરલાભો છે–ગંભીર ગેરલાભો છે, પણ તે કોને ? જેઓ પરમેશ્વર અને સ્નેહને ઓળખતા હોય તેને, બાકી તો આ સ્વતંત્રતાના જમાનામાં તો–કેવળ પોતાની જ સગવડ સાચવવાના જમાનામાં તા–એમાં ઓર સુખ છે. એજ. ન્યાતના શેઠ પાસે જાઉં અને ન્યાત મેળવી સગાઈ તોડવાની મંજુરી માગું. ન્યાત કરી કરીને શું કરશે ? દંડ લેશે એજ ને? પણ પછી હું તો છૂટો ! પણ ન્યાત સાબીતી માગશે તો ? ભૂજંગલાલ ને તરલા મળતાં હતાં એ કદાચ સાબીત થાય, પણ એમ તો તરલા–અમારા કુટુમ્બની સ્ત્રીઓ પુરૂષોની સાથે હજારવાર મળે છે. જાહેર સંસ્થામાં ભાગ લે છે. લોકવાયકા ઉપરથી કાંઈ મનાય ? તરલા કબુલ કરશે? ભર ન્યાતમાં તરલાને બોલાવું ? એ ફજેતી તરલાની કે મારી ? પહેલાં તરલાને એકવાર સમજાવું, સમજે તો ઠીક, નહી તો પછી ન્યાતના શેઠને મળું અને તે પણ ખાનગી સલાહ લીધા પછી વાત.

આમ વિચાર કરી સુમનલાલે તરલાને ચીઠી લખી:–

‘તરલા!

છૂટાં પડયાં ત્યારે 'કાં એ નહી કાં હું નહી' એ મારો મક્કમ વિચાર ત્હને મ્હેં જણાવ્યો હતું અને એ જ વિચારને હજી હું વળગી રહું છું. ભૂતકાળને વિસારી દે. ગમે તે કારણથી તને ભૂજંગલાલ તરફ લાગણી હશે પણ મ્હારી, ત્હારી અને આપણી કુળની આબરૂની ખાતર એને ભૂલી જા. ત્હારું હૃદય પવિત્ર હશે પરંતુ ભૂજંગલાલના સહવાસમાં અપવિત્ર બન્યું લાગે છે. ભૂજંગનું [૧] ઝેર ચડ્યું લાગે છે. મ્હને


  1. ૧ સાપ.