પૃષ્ઠ:Tarlaa.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૫
એકલાં.


ખાત્રી છે કે હવે ત્હને પસ્તાવો થતો હશે. આપણા બે વચ્ચે સ્નેહ એવો ને એવો જ ગાઢ રહે તેમ કરવામાં મને મદદ કર. પ્રિય તરલા ! ત્હારો હતો, ત્હારો રહ્યો છું ને ત્હારો રહીશ. માત્ર મ્હારા જીવનમાં રસ રેડ, લોકબત્રીશીયે ન ચ્હડ અને તરલા સુમનની જ એ ચંદાના શબ્દો ખરા પાડ.

તારો જ સુમન.”
 

સુમનલાલે કાગળ બંધ કરતાં કરતાં તાજે કલમ કર્યું, 'જો આ પત્રનો સંતોષકારક ઉત્તર નહિ મળે તો 'હું નહી કાં એ નહી' એ નક્કી માનજે.

સુ.
 

જે સમયે સુમનલાલ એકલો હતો, વિચારમાં પડ્યો હતો અને આ ચીઠી લખતો હતો તે જ વખતે તરલા પણ પોતાના ઓરડામાં ગમગીન પડી હતી. સુમનલાલના શબ્દે એને બેબાકળી બનાવી હતી. જગત કેવળ બહારથીજ જોઈ અભિપ્રાય બાંધે છે અને તેમાં પણ કોઈની આબરૂ–બેઆબરૂ કરવામાં તો કેવળ ઉપલકીયા જ વિચાર કરે છે. તરલા પહેલેથી તે છેવટ સુધી પવિત્ર હતી. ભૂજંગલાલ અને સુમનલાલની સરખામણી કરી હતી. એવો પણ વખત હતો કે જ્યારે એને એમ થયું હતું કે સુમનલાલ કરતાં ભૂજંગલાલ સાથે પરણી સુખી થાત–જીવન રસમય ગાળી શકત. આવા વિચાર જ પાપમય છે. આવા વિચાર જ થવા ન જોઈએ એમ કહેનારે પોતાના હૃદયની પરીક્ષા જ કરી નથી. આ લાઈન કરતાં પેલી લાઈન લીધી હતી તે ઠીક હતું. આ ઘર કરતાં પેલું ઘર વધારે સારું છે. આ છોકરી એને દીધી તે કરતાં પેલાને દીધી હત તો સુખી થાત, એમ થાય માટે તે શું પાપ ? આવા વિચાર કેવળ પશુ કે મહાત્માને જ ન થાય, મનુષ્યને તો થાય; પરતુ દેવ થનાર, દેવપદ પામનાર મનુષ્ય આવા વિચાર ઉપર કાબૂ મેળવે છે અને ધીરે ધીરે તે વિચારોને દર કરે છે. તરલાની સ્થિતિ આવી જ હતી. ભૂજંગાલાલે જાળ પાથરી