પૃષ્ઠ:Tarlaa.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૧
હું શું સાંભળું છું?


લીલા કરતાં એમાં વિજય મળ્યો. લીલાને મળી શક્તો નહી, તરલાને મળતો, એના વિવાહિત પતિ સાથે મન ઉંચાં કરાવવા સશક્ત થયો. શણગારભાભી ! પણ કેળવાયેલી તે કેળવાયેલી જ રહી. અત્યાર સુધી હું એમ માનતો હતો કે જે ઘરમાં છોકરીયો મોટી કરવામાં આવે ત્યાં નીતિ હોય જ નહી. પણ એમાં મારી ભૂલ હતી. તરલા ખાનદાન તે ખાનદાની નિકળી. હા એ મ્હારી સાથે બેધડક ઘેર તેમ જ બહાર વાતો કરતી, સુમન સાથે વિવાહ તોડી મારી સાથે પરણવા ત્હેની ઈચ્છા ઉત્પન્ન થઈ હતી; પરન્તુ મ્હારી અનેક લાલચો અને અનેક ધમકીઓથી જરા પણ ડગી નથી, પવિત્ર જ રહી છે. એટલા જ માટે હજી પણ મ્હારું મન એના તરફ આકર્ષાય છે. ગમે તેમ કરી એનો નાદ ઉતારવા મન થાય છે. પણ અમારી લડાઈ જ એક છે - લગ્નક્રિયા. આપણે લગ્નક્રિયા કરવી નથી અને એને લગ્નક્રિયા જોઈએ છીએ. આજ નહી તો ચાર દહાડે પણ તરલાને જોઈ લઈશ, તરલાની ફજેતી, લોક્નિન્દાનો લાભ લઈશ. પણ શણગારભાભી ! પરમ દિવસની પાર્ટીમાં પેલી કાશીની સાળુવાળી કોણ હતી ? હું ભૂલતો ન હોઉં તો શરતમાં પણ એ તમારા પડખામાં જ બેઠી હતી.'

'ભૂજંગલાલ! શરતમાં હમણાં જ હાડકાં ભાંગ્યાં છે. પરમેશ્વરનો ઉપકાર માનો કે જીવથી બચ્યા અને કાંઈ હરકત ન આવી. પણ તમે પરમેશ્વરને ક્યાં માનો છો! લીલા-તરલાથી ન ધરાયા તે વળી ત્રીજીને ફસાવવા તૈયાર થયા છો ? લીલા માંદી પડી, તરલામાં થાપ ખાધી, પણ આ તો તમારા જેવા હજારો ભૂજંગલાલને ગુંજામાં સમાવે છે, સમજ્યા ! એની વાત જ જવા દો. એ તરલા જેવી નરમ નથી કે ત્હમારાથી અંજાઈ જાય. તરલાનો નાદ ઉતારતાં, આની પાછળ જતાં તમારો નાદ ન ઉતરે એ સંભાળજો.'

'શણગારભાભી ! આમ કહી ત્હમે મને વધારે ઉશ્કેરો છો! એ કોણ છે, ક્યાં રહે છે એ તો કહો.'