પૃષ્ઠ:Tarlaa.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૫
વીણા.


બાકી રાખી નહોતી. પતિએ ઇંગ્રેજી-પારસી સંસાર જોયો હતો, સ્ત્રીઓના જીવનનો અભ્યાસ કર્યો હતો, સંસારમાં સ્ત્રીની પદવીનો પુખ્ત વિચાર કર્યો હતો. સ્ત્રીઓને કેમ કેળવવી તે ત્હેનું ધર્મકાર્ય હતું, એટલે વીણાને ગૃહની અને નિશાળની ઉત્તમમાં ઉત્તમ કેળવણી આપવા અથાગ શ્રમ વેઠ્યો હતો. કિશોરલાલના વિચાર પ્રમાણે સંગીત એ સ્ત્રીને આવશ્યક હોવાથી હાર્મોનીયમની તાલીમ વીણાને અપાવી હતી. ક્રિશ્ચીયન કે પારસી સ્કુલો જેવું જ્ઞાન મ્યુનીસીપલ સ્કુલોમાં નથી અપાતું એમ માની મીશનરી સ્કુલમાં મુકી હતી. હર્બર્ટ સ્પેન્સર અને બીજા ઇંગ્રેજ લેખકોના કહેવા મુજબ બાળકને સમજાવવા-લઢવું નહી એ વિચારથી કિશોરીલાલ વીણાને વીણાબહેન કહી બેલાવતો, એને વાંક પડે ત્યારે પાસે બેસાડી ભાષણ કરતો. વીણા ડાહી ડમરી થઈ સાંભળતી. પિતા લડવાના નથી એની ખાત્રી હોવાથી ‘વારુ, ફરી નહી કરૂં' કહી એની એ થતી.

બાળકોને વારંવાર ધમકાવવાં કે મારવાં નહી ને કીડરગાર્ટનના પદ્ધતિએ શિક્ષણ આપવું એ વાત ખરી, પણ તેટલા માટે ડર છેક જ કહાડી નાખવો એ સુધારવાને બદલે બગાડવાનું પગલું. પરમેશ્વર સ્નેહાળ છે, દયાળુ છે એ ખરું, પરંતુ એના નિયમનો ભંગ કરનાર પ્રત્યે એ અપ્રીતિ દર્શાવે છે અને શિક્ષા કરે છે. ઈશ્વરનો ત્રાસ નહી પણ ડર તો જોઈએ. તે જ પ્રમાણે બાળકે માબાપ પાસે દોડતાં આવવું, એમની હાજરીમાં કુટુંબમાં નન્દનવન બનાવે એ જરૂરનું છે છતાં બાળકને માતાપિતા કે વડિલનો જરાયે ડર નહી, ત્હેમની અપ્રીતિ દુઃખ સમાન ન ગણે, ત્હેમને ઉડાવે એ પણ અયોગ્ય જ.

વીણું મ્હોટી થતી ગઈ તેમ તેમ વધારે સ્વતંત્ર મિજાજની થતી ગઈ. માબાપની સારી સ્થિતિ અને લાડથી ઉછરતી સુંદર વિણા વધારે સૌંદર્યવાન થઈ. તે અક્ષર મેતીના દાણા જેવા લખતી. તેવી જ સુઘડ