પૃષ્ઠ:Tarlaa.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૭
વીણા.


થતી ગઈ. એ ક્યાં ફરે છે, જેની સાથે વાતો કરે છે તે તપાસતી અને કોઈવાર પ્રેમથી તો કોઈવાર ધમકાવીને અયોગ્ય પુરૂષો સાથે ભળાતાં અટકાવતી. જુના વિચારના એમ કહે છે કે સ્ત્રી પુરૂષોને-ત્હેમાં યુવાન સ્ત્રીપુરુષોને-મળવા મુકવા, હરવા ફરવામાં ગેરલાભ છે તો ત્હેમને એટલું જ પૂછવાનું કે બે વરસની છોકરીઓને પણ 'છોકરા જોડે ન રમાય' એમ કહેવામાં, મ્હોટાં થતાં સગા ભાઈઓની સાથે પણ કાંઈ જતાં આવતાં અટકાવવામાં, અગર અંકુશમાં રાખવામાં ઓછું નુકશાન નથી. બન્નેમાં કાંઈક ગેરલાભ છે અને આ ગેરલાભ માત્ર માબાપો-વડિલો–પોતાની ફરજ-જવાબદારી નથી સમજતાં ત્હેને લીધે જ છે. બાલકો ક્યાં ફરે છે, શું રમે છે, આયા કે નોકર સાથે ફરવા જાય છે ત્યાં શા સંસ્કાર પડે છે, છોકરા સાથે રમે છે ત્યાં શું થાય છે, છોકરીઓ છોકરીઓમાં શી વાત થાય છે, એ તપાસ કરવાની માબાપો જરા ચીવટ રાખતાં હોય, વનના ઝાડની પેઠે નહી પણ એક સારા બાગના વેલા–છોડની માફક છોકરાંને સંભાળી ઉછેરતાં હોય તો છોકરા કે છોકરી ગમે ત્યાં ફરે હરે ત્હેની જરાયે ફિકર રાખવાની જરૂર રહે નહી.

આમ સ્નેહ, મમતા, ડર અને સારા સંસ્કારમાં ઉછરેલી વીણા નાજુક સુગંધીદાર વેલી થઈ. લગભગ વીસ બાવીસ વર્ષની થઈ હતી છતાં 'કન્યાકાળ વહી ગયો છે,' 'હાય ! હાય ! આવડી મોટી કન્યા થઈ' 'સાપને ભારો' એમ કિશોરીલાલ કે એની પત્નીને થતું નહી. વીણાનાં માતાપિતા વીણાને યોગ્ય વરની તલાશમાં હતાં. અમદાવાદમાં જ પરણાવવી એવો ત્હેમનો દુરાગ્રહ [૧] નહોતો. વીણાના વિચાર સુધરેલા હતા, હરવાફરવાની એ શોખીન હતી, સંગીતની મજાહ એણે ચાખી હતી, વિદ્યા-સાહિત્યનું પાન કર્યું [૨] હતું એટલે એના આ બધા સંસ્કારો જાગૃત રહે–રાખે અને નમુનાદાર દંપતી નિવડે એ તેમની ઈચ્છા હતી. મ્હોટાં કુટુમ્બોમાં ઘણીવાર બને છે કે કન્યાઓને સારામાં


  1. ૧. હુજત.
  2. ૨. પીધું હતું.