પૃષ્ઠ:Tarlaa.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


સારી કેળવણી અપાય છે, એની સર્વ હોંશ પુરી પાડવામાં આવે છે, પિતાની સાથે ફરવા જાય, પાર્ટીમાં જાય ત્યારે સ્થળે સ્થળે જ્ઞાનનાં- સંગીતનાં વખાણ થાય છે, પરંતુ એ જ છોકરી પરણ્યા પછી અરસિક [૧] પતિના પલ્લે પડતાં દુઃખી થાય છે. એનું જીવન નિરસ [૨] થાય છે, હાર્મોનીયમ ખૂણામાં કટાય છે, સંગીત માત્ર હદયની પેટીમાં જ રહે છે, કાલિદાસ, મીલ્ટન કબાટમાં જ રહે છે. જનસમાજ માટેના દંપતીના ઉચ્ચ વિચારો હવાઈ વિમાનમાં ઉડી જાય છે. આ દોષ—આ હિંસાનો દોષ કાને માથે ? માબાપને માથે. પતિ ખોળવામાં બેદરકારી રાખવી હોય ત્ કન્યાને જે સંસ્કાર આપીયે છીએ તે સંસ્કાર પોષાય એવું સ્થળ છે કે કેમ એ ન જોનાર માબાપે બહેતર છે કે કન્યાને અજ્ઞાન રાખવી. જ્ઞાન એવી વસ્તુ છે કે અજ્ઞાનથી સંતુષ્ટ રહેતું નથી. કિશોરીલાલ આ સઘળું સમજતો. પોતાની જ્ઞાતિની જ, પોતાના સ્નેહીઓની જગમાં વિદુષી ગણતી-બહેનમાં ખપતી પુત્રીઓ અરસિક પતિને પનારે પડી થોડા સમયમાં ક્ષયાદિ રોગથી ખવાઈ મૃત્યુશરણ થયેલી એણે જોઈ હતી, એટલે જ વીણાના સબંધમાં એમ ન થાય તે માટે એ વધારે ચોચેકસ હતો.

અમદાવાદમાં હતા ત્યારે અરવિન્દ, સુમનલાલ, ભૂજંગલાલનાં નામ સાંભળ્યાં હતાં. અરવિન્દનું લીલાની જોડે ચોકઠું બેસશે એમ જાણતો હતો તેથી વાત છેડી નહોતી, પણ લીલા ભૂજંગલાલને દેવાશે એમ ખબર મળતાં અરવિન્દની તપાસ કરી. અરવિન્દ બધી રીતે વીણાને ચોગ્ય હતા, પરંતુ અરવિન્દનું જીવન ગામડામાં જવાનું હતું, વીણાની ઉમેદ મુંબાઈમાં રહેવાની હતી. અરવિન્દ સાદો અને શાન્ત જીવન પસંદ કરે એમ હતો. વીણાને હરવા ફરવાનો તેમજ નાટક સીનેમામાં દર શનિવારે બને તો જવાનો શોખ હતો. બીજું કઈ ન મળે તે અરવિન્દ ઠીક છે કરી વાત મુલતવી રહી. એટલામાં તરલા અને ભૂજંગલાલને ગપગોળા-સુમનલાલ સુરત છોડી જ રહ્યો છે એનો


  1. ૧. રસ–ઉત્સાહ વિનાના.
  2. ૨. રસ-ઉલટ વિનાનું.