પૃષ્ઠ:Tarlaa.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૩
ભૂજંગલાલને ત્યાં.


એ વિચારે નંદાની છાતી ગજગજ ઉછળતી. હવે લગ્ન થવાં જ જોઈએ, નહીં તો કોણ જાણે શાંયે વિઘ્નો આવશે. એમ ધારી લગ્નની ઉતાવળ કરવા જ નંદા સુરત આવી હતી. પરંતુ ઘરમાં પેસતાં જ તરલાના સ્નાન સમાચાર મળ્યા અને નંદાગૌરીના હોશકોશ ઉડી ગયા. “લીલા ગઈ, તરલા ગઈ, ત્યારે હવે ભૂજંગને કોણ આપશે?” એ વિચારે નંદા મુંઝાઈ. આવતાં વેંત જ નંદા શણગારભાભીને ઘેર ગઈ. તરલાની બધી હકીકત સાંભળી. લગ્ન ન કરવાની પુત્રની હઠ માટે દીલગીર થઈ અને આમને આમ કુળનો અંત આવશે, ગાયને પુંછડે પાણી કોણ રેડશે, સ્વર્ગમાં પીતૃઓનું શું થશે, એ વિચારે નંદા ખિન્ન થઈ. પરતુ શણગારભાભીએ નંદાને ટાઢાં પાડ્યાં ને તે બેલ્યાં : “નંદા બ્હેન ! આમ મુંઝાવ છો શું? તમારો ભૂજંગ કાંઈ બાવો થાય એવું નથી એ ખાત્રી રાખજો! ત્હમારા મનથી એમ કે કદાચ એ પરણવાનું માંડી વાળી, સંસાર છોડી “સર્વન્ટસ ઓફ ઈન્ડીઆ” જેવી સાસાયટીમાં દાખલ થઈ જાય તો શું થાય ! ભૂજનલાલને લીલા ગઈ ને તરલા મળી, તરલા ગઈ ને બીજી મળી.”

‘ના-ના. શણગારભાભી ! કોણ? મશ્કરી તો કરતાં નથી ને?'

‘મશ્કરી! તમારી મશ્કરી તે હોય! ભૂજંગ તો પેલા કિશોરીલાલની વીણા પાછળ ગાંડો થયો છે. લીલા-તરલાના સબંધમાં તો વાત જુદી હતી, પણું વીણાના નાદમાં જ ભૂજંગ સપડાયો છે. એ કોઈને પરણે એમ નથી, અને તો તોર જ જુદો છે. તોય લીલા કે તરલા જેવી એ ભોળી નથી. તમારા જેવાને તો હથેળીમાં રમાડે એવી છે, એવું સાંભળ્યું છે ત્યારથી ભૂજંગલાલ ભાન ભુલ્યો છે. કેવી રીતે વીણા પોતાની થાય તે જાણવા પચીસ વાર મારી પાસે આવી ગયો. મ્હેં એને એક યુક્તિ બતાવી છે. હવે તમે આવ્યાં છો તો એક પાર્ટી કરો અને ત્હેમાં વીણાને પણ નિમંત્રણ આપે. પછી થઈ પડશે.'

નંદાગીરીએ વીણાની કીર્તિ સાંભળી હતી. અમદાવાદમાં એ છોકરી માટે ઉપરા ઉપરી માગાં જતાં તે જાણતી હતી અને જો ભૂજગને