પૃષ્ઠ:Tarlaa.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


આટલું બોલી વીણા ચાલી ગઈ અને બીજા ટોળામાં ભળી. ભૂજંગલાલ વીણા તરફ જોઈ રહ્યો. મનુષ્યને જ્યારે એક વસ્તુ ઉપર મોહ લાગે છે ત્યારે એ વસ્તુની ખોડમાં પણ ખૂબી લાગે છે. વીણાના આ ઉત્તરથી ભૂજંગલાલને ખોટું લાગવાને બદલે વીણા તરફનો મોહ વધ્યો. લીલા-તરલા નમાલાં-હીમત વગરનાં લાગ્યાં. 'મ્હારે માટે તો આ જ યોગ્ય છે અને એને મારી કરૂં' એ જ વૃત્તિ ભૂજંગલાલની રગે રગે વ્યાપી રહી. પાર્ટી ખલાસ થવા આવી અને જતાં જતાં કિશોરીલાલે ભૂજંગલાલને નિમંત્રણ આપ્યું. વીણા ચતુર અને ભૂજંગલાલના હૃદયને સમજી ગયેલી વીણાએ પણ 'જરૂર આવજો! બોલ્યું ચાલ્યું માફ કરજો,’ એ શબ્દ ભૂજંગલાલને સંભળાવતી હોય તેમ નંદાને કહ્યા.

ભૂજંગલાલના મનમાં એવી ખુમારી હતી કે સ્વર્ગની અપ્સરા આવે તે પણ તે પોતાના મનનો કાબુ ખુવે નહીં. પોતાની ઈચ્છા પ્રમાણે અનેક યુવતીઓને ટળવળાવે, મરજીમાં આવે ત્યારે તે તરફ બેદરકાર રહે પણ પોતે કોઇની પાછળ ગાંડો થયો છે એ બને જ નહી. મુંબાઈમાં લીલાને મળતો-લીલા સાથે વિવાહની વાત કરતો પણ એનો ઉદ્દેશ [૧] એટલો જ હતો કે અરવિન્દ કરતાં મારામાં આકર્ષણશકિત વધારે છે એ દર્શાવવું. તરલાને જોઈ તેની પશુવૃત્તિ તે તરફ ગઈ. હું જ ખરો કે સુમનલાલનો વિવાહ તોડાવું, ભોળી-તરલ સ્વભાવની તરલાને લગ્નને નામે ફસાવું. લગ્નની બેડી એને મૂળમાંથી જ પસંદ ન્હોતી. ‘ઈશ્વર–લગ્ન એ મનુષ્યની માની લીધેલી વાત છે.' તરલાની નબળાઈઓ જાણી લીધી. ગ્રાન્ટરોડના સ્ટેશન ઉપર કેવળ તરલા ઉપર છાપ પાડવા માટે જ બસો રૂપીઆ આપ્યા. જે વાતો તરલાને ગમતી તેવી જ વાતો તરલાને મોઢે કરતા-સુમનલાલ રસિક પતિ નથી અને તરલા જેવી રસિક સ્ત્રીને રસિક પતિ જ જોઈએ, એવું વારંવાર કહી સુમનલાલ તરફ કાંઈક અભાવ કરાવ્યો. ઉચ્ચ-દિવ્ય [૨] સ્નેહની વાતો કહી કેવળ


  1. ૧. મતલબ.
  2. ૨. સ્વર્ગીય, આકાશી.