પૃષ્ઠ:Tarlaa.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


પ્રકરણ ૧૪ મું.

ભૂજંગની વીણા કે વીણાનો ભૂજંગ?

વીણા આજ સહવારમાં વ્હેલી ઉઠી હતી. નિત્યનિયમ પ્રમાણે સ્નાન-ઈશ્વરની સ્તુતિ વગેરે કરી પરવારી હતી. પેટીમાં જેટલાં કપડાં હતાં તે દસેક વાર બહાર કહાડી 'આ પહેરું કે આ ?' માં કલાક ગાળ્યો હતો. આખરે સફેદ ગુલાબી બૂટ્ટાવાળું મલમલનું પોત પસંદ કર્યું ને પહેર્યું. અડધી નવી-અડધી જુની ફેશનનો ફુલવાળો રેશમ બુટ્ટાનો કબજો પહેર્યો. વાળ ઓળ્યા, કપાળમાં ચાંલ્લો કર્યો અને ચાટલામાં મ્હોં જોયું. વીણા સામાન્ય રીતે શાન્ત અને ચોક્કસ હતી. પણ આજ એનો જીવ ઠેકાણે નહોતો. કિશોરીલાલે ચાકમાં નાખવા ખાંડ માગી ત્યારે ખાંડના ડાબલાનું ઢાંકણું લઈ ગઈ. એની માએ ગરણી માગી ત્યારે ચમચો આપ્યો. ચા પી પરવારી ઓરડામાં ગઈ, કબાટમાંથી ટેનીસનની 'પ્રીન્સેન્સ’ વાંચવા લીધી. બે પાનાં વાંચ્યાં ન વાંચ્યાં ત્યાં ચકર ભમ્યું. 'સરસ્વતીચંદ્ર'માંથી 'પ્રમાદધન મુજ સ્વામી સાચા' ગાવા માંડ્યું–ત્યાં ભવભૂતિ સાંભર્યો. ઉત્તર રામચરિત નાટકમાંથી ત્રીજો અંક વાંચવો શરૂ કર્યો. ત્યાં શાકુંતલ નાટક યાદ આવ્યું. એ લીધું—એ પડતું મૂક્યું એટલામાં ઘરનું બારણું ઉઘડ્યું હોય એમ ભાસ થવાથી 'કોણ' ની બૂમ પાડી.

વીણા શરમીંદી પડી ગઈ. 'હાય હાય ! બાએ પકડી જો.' અને હતું પણ તેમજ. ભૂજંગલાલ આવનાર છે-પિતાની સાથેની વાતનું શું પરિણામ આવશે ? મને એ મળશે કે કેમ? પિતા મળવા દેશે કે કેમ ? એ વિચારે વીણી ભાન ભૂલી હતી. રાતનાં સ્વપ્નાં પણ એવાંજ આવ્યાં હતાં. પાર્ટીમાં ભૂજંગલાલ તરફ લક્ષ નહોતું આપ્યું તે માટે પસ્તાવો કરતી હતી અને ‘હવે ભૂજંગલાલ આવે-હવે બોલાવે તો