પૃષ્ઠ:Tarlaa.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૩
ભૂજંગની વીણા કે વીણાનો ભૂજંગ?

 એમને-પણ એવી રીતે વર્તું તો પછી લીલા-તરલા જેવી મ્હારી સ્થિતિ કરે તો? હું તરલા-લીલા નથી. સો ગરણે ગળીને પાણી પીઉં. આવવાનો વખત થયો છે. આવે તો બધા બેઠા હોય ત્યાં બેસું કે ચાલી જાઉં –એમાં શું ! પિતાજી પાસે બીજા આવે છે ત્યારે બેસું જ છું તો પછી આમાં શું વાંધો ? ક્યાં હજી વિવાહ થયો છે ? ને થયો હોય તોએ પિતાજી કાંઈ જુના વિચારના નથી. એ શું કહે છે–એમને જોવાનો પ્રસંગ તો મળે-પણ પિતાજી જ ના કહેશે તો ?—ને મને મળ્યા વિના–બારોબાર જ એ ચાલ્યા જશે તો?' તો કહેતાં વીણા ઢીલી ઢબ થઈ ગઈ-રોવા જેવી થઈ ગઈ. જાણે ભૂજંગલાલ આવી ગયા હોય ને વીણાને મળ્યા વિના જ—નજરે પડ્યા વિના જ ચાલ્યા ગયા હોય એમ વીણાને લાગ્યું. એટલામાં વળી બારણું ઉઘડ્યું ને વીણાથી 'કોણ' એટલું બોલાઈ જવાયું. 'એ તો હું ભૂજંગલાલ !' આ શબ્દે વીણાના આખા શરીરમાં ઝણેણાટ થયો. નાજુક વેલી ઠંડા પવનના સુસવાટે ધ્રુજે, હરિણી વીજળીના ચમકારે ધૂજે તેમ વીણા ધ્રૂજવા લાગી. 'મેં ક્યાં પૂછ્યું! હવે શું કરું ! જાઉં કે ઉભી રહું ? કેવો મધુર અવાજ ! પાર્ટીમાં એમના સામું પણ ને જોવાની ધીરજ રહી હતી પણ અત્યારે મૂઈ રાંડ હીંમત ક્યાં જઈ બેઠી છે ! એમને ના કહેવાશે ? કદાચ એ ના કહેશે –'

વીણાને અત્યારે આશ્વાસનની-એક અંગત મિત્રની હાજરીની બહુ જરૂર હતી, પરંતુ દુર્ભાગ્યે કોઈ નહોતું. પિતા કે માતાના કહ્યા વિના જવું ગમતું નહોતું અને જવું એટલે વાતો સાંભળવી તો રહે પણ દર્શનની શાન્તિ ખોવી એજ થાય. ન જાય તો કદાચ માતાપિતા ગુસ્સે થાય તો? –આમ અનેક વિચારમાં હલેસાં ખાતી વીણા બારી પાસે ઉભી જ રહી અને કિશોરીલાલ ભૂજંગલાલને લઈ ઉપર આવ્યા. બારીની પાસે જ એક મોટો કાચનો તકતો હતો. એ તકતામાં દાદરેથી ચડનારનાં પ્રતિબિમ્બ પડતાં અને એ પ્રતિબિંબ