પૃષ્ઠ:Tarlaa.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૫
ભૂજંગની વીણા કે વીણાનો ભૂજંગ?


‘પણ લગ્ન સંબંધી કાંઈ ન બોલ્યા?'

'લગ્ન જરૂરનાં છે એમ હવે મ્હને લાગે છે. સંસારમાં લગ્નની રૂઢીથી અનેક કલેશ-વિખવાદ-મારામારી અટકે છે, પણ લગ્ન માત્ર શરીરનાં જ ન હોય તો.'

'શરીરનાં કે મનનાં તે તો શી રીતે જણાય? બન્ને પક્ષ કેળવાયેલ છે–પોતાના માબાપની સંમતિ મેળવી હોય-ઉમર લાયક હોય-એક બીજા માટે ભાવ છે એમ કહે, પછી બીજું શું કરી શકાય?'

'તો બસ. બીજું શું જોઈએ ?'

'અને પછી એક પક્ષ ના કહે તો ?'

'તો એ સ્નેહ નહીં જ.'

'લગ્ન પહેલાં ના કહેવાય તો સારું, પણ એ સ્નેહ નથી એમ પછી જણાય તો ?'

'કિશોરીલાલ ! એ મુશ્કેલી છે ખરી. એકજ વસ્તુ ઉપર ભાવ રહે કે રહેવો જોઈએ એ કેમ બને ?'

ઓરડામાં વીણાની સામે સ્ટવ[૧] ઉપર કઢાઈમાં ઘી ઉકળતું હતું અને તેના હૃદયમાં લોહી ઉકળતું હતું. “ 'એક વસ્તુ ઉપર ભાવ રહે કે રહેવો જોઈએ એ કેમ બને ?' ત્યારે એમને તે અરેબીઅન નાઈટ્સના શાહજાદા માફક નવી નવી શાહજાદી જોઇતી હોય એમ લાગે છે. એ હક એકલા પુરૂષોને જ બક્ષવા માગતા હશે કે ?”

'ભૂજંગલાલ! ત્યારે તો ત્હમે અણગમો થાય ત્યારે છૂટાછેડા આપવા–લેવાની તરફેણમાં હશો. સારું થયું કે લીલાને પરણ્યા પહેલાં જ છોડી!'

'કિશોરીલાલ ! મ્હારે માટે સારો ખોટો અભિપ્રાય બાંધશો. નહી. હું તો માત્ર એક ચર્ચા ખાતર જ વિચાર જણાવું છું. લગ્નની


  1. ૧. ચુલા.