પૃષ્ઠ:Tarlaa.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૭
ભૂજંગની વીણા કે વીણાનો ભૂજંગ?


વાત આવી કે માની જ લેવાના. ફલાણો ખરાબ છે-ફલાણી ખરાબ છે એટલું કહ્યું એટલે થઈ રહ્યું. સ્વપ્ને પણ જેમણે અનીતિનો વિચાર કર્યો નથી એવા માટે કહેવાતા કેળવાયેલા મિત્રો એવી વાત ઉરાડે છે કે કાનના કીડા બહાર નીકળે. એ કરતાં અજ્ઞાન ગામડીયા સારા. આટલા જ માટે એવા નવા નિંદાખેરોથી દૂર જ સારા.'

'ઠીક ! હવે લગ્ન કરવા વિચાર છે ?'

‘આપ મુરબ્બી આગળ વધુ શું કહું? મારી માએ આપને વાત તો કરી હશે જ. આપનો આભાર માનીશ અને કોઈ રીતે અસંતોષ ન થાય એ જોઈશ.'

'વીણા ! તૈયાર થયું હોય તે લાવજે' ની માતાની બૂમ સાથે જ વીણાએ ત્રણ તાસકો લાવી મેજ ઉપર મૂકી. દુધના પ્યાલા લેવા ગઈ. દુધના પ્યાલા દરેકના હાથમાં અપાયા અને ભૂજંગલાલને આપતાં તાસક નીચેથી સામસામી આંગળીઓ અડકી. વીજળીના બે તાર મળતાં જે ઝાટકો લાગે તેવો જ ઝાટકો બન્નેને લાગ્યો, અને વીજળીના તારને ઝાટકો પકડનારને લાગે છે ને એ બીજાથી દેખાતું પણ નથી તેમ આમાં પણ થયું.

'ભૂજંગલાલ ! સઉ સારાં વાનાં થશે. હું હાથ ધોઈ આવું છું'—કહી કિશોરીલાલ ઉઠ્યો. તાસકો લઈ વિષ્ણુની માતા ઉઠી અને આખા ઓરડામાં ભૂજંગલાલ અને વીણા બે જ રહ્યાં. એકાદ બે મીનીટ તો બન્નેના મનમાં એમ થયું કે હમણાં કોઈ આવશે. પણ કોઈ આવ્યું જ નહી અને બન્ને આડી નજરે એકબીજા સામાં જોતા ઉભાં જ રહ્યાં. બન્નેના હૃદયની લાગણીઓ બન્નેના મુખ ઉપર સ્પષ્ટ જણાઈ આવતી હતી. લીલાની પાછળ ભમનારો, તરલા માટે ઠેઠ મુંબાઈથી સુરત આવવા નિકળેલ ને વલસાડના સ્ટેશન ઉપર ત્હેના ડબ્બા તરફ જનારા ભૂજંગની જીભ જ આજ સીવાઈ ગયેલી લાગી. શું કહું ? શું બોલું? એમ એને થયું. વીણા પણ પત્થરના પુતળા માફક