પૃષ્ઠ:Tarlaa.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૧
ભૂજંગની વીણા કે વીણાનો ભૂજંગ


'વીણા ! વીણા! સ્ત્રીઓ દેવી છે. દેવી બની શકે છે અને દેવી બની અનેક કુળને ઉદ્ધારે છે એ નહોતો માનતો, પણ આજ તમારા સમાગમથી માનું છું. ખરે લીલા-તરલા પણ દેવી જ છે. એમનામાં તમારા જેટલું મનોબળ હયું તો બસ હતું. પરમેશ્વર એમને સુખી રાખે. લીલા અરવિન્દને પરણી અને તરલા સુમનલાલને પરણી સુખી છે એમ ખબર પડશે ત્યારે જ મને શાન્તિ વળશે. પરંતુ મને શેસોઉત્તર આપો ચો ? શું ત્હમને મ્હારે માટે કાંઈ થતું નથી ? મને ચાહી શકતાં ન હો તો ના કહો. મ્હને તારવો હોય, એક પાપી આત્માનો ઉદ્ધાર કરી જગતમાં બતાવવું હોય, કે સ્ત્રીનામાં કેટલી શકિત હોય છે, અંધકારમાં પ્રકાશ ફેલાવી શકે છે, એમ દર્શાવવું હોય તો કબૂલ કરો. સ્વીકારો હું ત્હારો જ છું ને ત્હારો જ રહીશ.'

'કઈ વિધિએ લગ્ન કરશો ? ઈશ્વરને તો ત્હમે માનતા નથી.'

'વીણા, ત્હને ફાવે તે વિધિથી. ઈશ્વર ! અરે ઈશ્વરના નામ શિવાય મ્હેં કાંઈ સાંભળ્યું નથી. નાનપણમાં પૂર્ણ મજશોખમાં ઉછર્યો છું એટલે ઈશ્વર સમજવા વખત આવ્યો નથી. મારા કુટુમ્બમાં ઈશ્વર કે ધર્મની કોઈ દિવસ વાત જ થઈ નથી. યુરોપીઅનોમાં તે રવીવારે પણ દેવળમાં જવાનું. જુના વિચારોના હિંદુઓમાં ઘરમાં દેવમૂર્તિ અને દેવપૂજા વગેરે રહેતાં. હવે નવા વિચારવાળાને ત્યાં ન મળે મુર્તિ કે ન મળે દેવદર્શન. કોઈ દિવસ નદી દરિયા કે પર્વત ઉપર જઈએ તે ત્યાં પણ કુદરતને જોઈ ઈશ્વરનું ભાન કરાવવા યત્ન જ પ્રાપ્ત થયેલો, પછી ઈશ્વર શી રીતે માનીએ ? વીણા! જેમ તું લગ્ન, નીતિ, સંયમના પાઠ શિખવે તેમ એ પાઠ પણ શિખવજે. અને કેટલાક મહાત્મા કહી ગયા છે તેમ દંપતિ થઈ, આપણે ઈશ્વરપદ હોય તો પામીશું. વીણા ! હમણાં કિશોરીલાલ આવશે !'

'ભૂજંગલાલ! તમારે માટે મ્હને લાગણી છે કે નહીં એ કહેવાની જરૂર નથી ધારતી; પરંતુ તરલાને મળ્યા પછી વાત.'