પૃષ્ઠ:Tarlaa.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


"માકુભાઈ શું સમજતા હશે? કાયદો જ નકામો ! આ સાવ ખુલ્લેખુલ્લી વાત છે. તરલા શરતમાં હજારો માણસ વચ્ચે ભૂજંગલાલ પડે તેથી મુર્છાગત થઈ. ભૂજંગલાલને શણગારભાભીને ત્યાં મળે, અરે હું—એનો પતિ-કહું છતાં મને ન ગણકારી ત્યાં ચાલી જાય છતાં કહે છે કે પુરાવા નથી. આ પુરાવા નહીં તો બીજું શું? ન્યાતમાં ક્યાં ઢંગ બળ્યા છે ! ન મળે બંધારણ કે ન મળે કાયદા કાનુનો. ન્યાતમાં ઘણા ધરાર બીજાના હાથનું ખાય, દારૂ પીએ, ગમે તેમ વર્તે એમ જાણે છતાં કાંઈ ન કરે ને એક જણાએ જાહેર કર્યું કે એને નાતબહાર મૂકો. કદાચ ન્યાત મળે તો કોઈની બોલવાની હિમત નહી. કેમ મળ્યા છે એમ જાણે છતાં કઈ બોલે નહી. સગાઈ ન તોડાય ! એટલે ન્યાતના છોકરા એમ તો કુંવારા રહે. રહે જ તો. લાયક હશે તો પરણશે ને નાલાયક હશે તો રહેશે રખડતા. ન્યાતમાં ન ચાલે સરકારનું. સુધારાવાળા તો ન્યાતના દુશ્મન થઈ પડયા છે એટલે ન્યાતને ફાવ્યું છે. ત્યારે શું કરવું? મુંગે મુંગા જોઈ રહેવું? હવે શું જોઈ રહે? મારા મનથી એમ કે માકુભાઈ સલાહ આપશે, ત્યારે માકુભાઈએ તે ધોળ્યું! એમની દલીલ તો જુવો ! ‘તમે કેમ બીજી સ્ત્રીની વાત કરો છો ?” એટલે? અમે તો પુરૂષ છીએ, સ્ત્રીઓએ જ મર્યાદામાં રહેવું જોઈએ. ત્યારે કાયદો કે ન્યાત કાંઈ કરી શકે એમ નથી. સુમન ! સુમન ! તું કોણ? કસ્ટમ્સ ઓફીસર ! હજારો જણા તને સલામ કરે! તારી શી શી આશા હતી ? તરલા ! તરલા ! તારી સાથે લગ્નથી જોડાઈ મ્હારે કેવાં સુખ ભોગવવાં હતાં ? નમુનેદાર દંપતી થઈશું એમ હું ધારતો હતો. એ બધું ક્ષણમાં નષ્ટ થઈ ગયું. જીવનમાં હવે શો રસ છે? તરલાને મારી કરું ? પણ એ કયાં મ્હારી થાય એમ છે ? એમ હતી તો મ્હારી ચીઠી ફેંકી દઈ ચાલી જાત? તે તરલા બીજાની થાય ને હું જીવું? આ વિચાર થતાં સુમનલાલની નજરે ભૂજંગલાલ તર્યો. ભૂજંગલાલ અને તરલા પતિપત્ની તરીકે ફરતાં ફરતાં, વાત કરતાં એને લાગ્યાં. 'હાય હાય! મારી આ