પૃષ્ઠ:Tarlaa.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૧
ચર્ચગેટનું સ્ટેશન.


'છો જતી !ચંદા, તું અને છોકરાં જાઓ, અને અમે પાછળ આવીએ છીએ.'

'ના, ના. હું નહી આવું.'

સુમનલાલ એવી ઢબમાં બોલ્યો કે કાંઈક ગંભીર વાત છે એમ ચંદા સમજી અને બંનેને વાત કરતા રાખી પોતે છોકરાંને લઈ સ્ટેશન ઉપર ગઈ. વસન્તલાલ અને સુમનલાલ સ્ટેશન બ્હાર નીકળી સ્ટેશનની સામે જ પશ્ચિમ તરફ મોં રાખી પાટલી ઉપર બેઠા.

'સુમન ! ચંદાને ખોટું લાગે છે, તમારે આવવું જ પડશે. આજ જમીને જજો. દાદરથી બેસજો.'

'દાદર મેલ ઉભો રહેતો નથી અને મારે ને તમારે સંબંધ તૂટવાનો છે.'

'સુમન ! આ શું બોલે છે ? એ તે કાંઈ ન્હાનાં છોકરાંના ખેલ છે કે? સંબંધ તૂટવાનો એટલે ? એમ કાંઈ વિવાહ તૂટે એમ નથી. વળી તરલા અને તમે અણસમજણાં નથી.'

'તે હશે, પણ હું ન્યાત પાસે સગાઈ તોડવાની રજા માગીશ, દંડ ભરીશ, તરલાને પોતાને તોડવા કહીશ.'

સુમનલાલના આ શબ્દો સાંભળી વસન્તલાલ તો ગભરાઈ જ ગયો. જે જ્ઞાતિમાં સગાઈ તોડવાનો રીવાજ છે તે જ્ઞાતિમાં પણ વર્ષોનાં વર્ષો સગાઈ રાખ્યા પછી ગંભીર કારણ ન હોય તો સગાઈ તૂટતાં બને કુટુમ્બમાં કેટલો ક્લેશ થાય છે તેનો અનુભવ થનારને જ ખબર પડે એમ છે. તેમાં વળી વર કે કન્યા બેમાંથી એકને મળતા હોય-એકબીજાને ચાહતાં હોય અને માબાપ કાંઈક કૌટુમ્બિક, નાતના કે એવાજ કારણથી સગાઈ તેડવા નીકળે છે ત્યારે ખરેખર ગંભીર પરિણામો આવે છે. એ થનાર પતિપત્ની-થવાનાં પતિપત્નીનાં જીવન નિરાશ થઈ જાય છે. આ વખતે તેમના અંગત સગાના હાશકાશ ઉડી જાય છે, અને તેમાં પણ કન્યાનાં માબાપની નિરાશાનો પાર