પૃષ્ઠ:Tarlaa.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૩
અરવિન્દ અને લીલા.


તરલા ધારો છો એવી નથી. નથી. એના તરલ સ્વભાવને અંગે, સ્વતંત્ર હરવા ફરવાની ટેવને લીધે, નિડરતાથી [૧] બીજાની સાથે વાત કરવાની ટેવને લીધે કદાચ વહેમાયા હશો. આપણામાં સ્ત્રીઓ આટલી વય સુધી કુંવારી નથી રહેતી અને આમ સ્વતંત્ર હરી ફરી શકતી નથી, માટે કદાચ લોકો વાત ઉરાડતા હશે. પણ એમનું માની જીવનનો રસ ન ખૂવો. મ્હારી બહેન છે માટે કહેતો નથી હે ! પણ મ્હારા ઘરમાં દેવી તરીકે પૂજાતી હોય તો તરલા. જરા ચંદાને પૂછો. ચંદા ત્હમારો વ્હેમ કાઢી નાંખશે.'

સુમનલાલ અને વસન્તલાલ માત્ર તરલાને અંગે સગા હતા એટલું જ નહી પણ બન્ને મિત્રો હતા અને તેથી જ આટલી છૂટથી વાત કરી શક્યા હતા. સુમન વસન્તલાલની વિનંતિ નાકબુલ ન કરી શક્યા અને બીજે દિવસે સવારે દાદર આવવા ને ત્યાં જ જમવાનું નિમંત્રણ સ્વીકારી બન્ને મિત્ર છૂટા પડ્યા.


1

પ્રકરણ ૧૭ મું.


અરવિન્દ અને લીલા.


એક વખત મુંબાઈની સોસાયટીની, પાર્ટીઓની, ગરબાની માનીતી લીલા–અરવિન્દ અને ભૂજંગલાલની પ્રેમપાત્ર લીલા-સીક પડી લાનોલી હવાફેર માટે ગઈ હતી તે આપણે અગાઉ કહી ગયા છીએ. લાનોલીમાં ડાક્ટરોની સારવાર, કૌવત આપે એવી હવા અને માબાપની દેખરેખથી લીલાની તબીયત સુધરતી ચાલી. પરવારી બપોરનાં લીલા સાથે બીઝીક કે ડ્રાફ્ટની રમત રમવામાં લીલાની માનો વખત જતો. 'સ્ત્રીબોધ' જેવાં ચોપાનિયાં વાંચી લીલાના દુઃખી જીવને કાંઈક આરામ આપતી. સુરત કે મુંબાઈની વાત જ લીલાને કાને આવવા


  1. ૧. ડર વિના, હિમતથી.