પૃષ્ઠ:Tarlaa.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


પામતા સૂર્ય્, ઉછળતા સમુદ્રને જોઈ હદયના ભાવો ઉછળતા જુવે છે. ત્યાં કોઈએ ખભા ઉપર હાથ નાખ્યો. અરવિન્દ ચમક્યો ને પાછળ જુવે છે તો વસન્ત.

'વસન્ત ! તું અહીં ક્યાંથી ?'

'કોઈને ન મળવું કરી અહીં રેતીમાં બેઠો ત્યાં તું આવી ચડયો !'

'કેમ ! ત્હારે નહોતું મળવું એમ ને? હું તો લીલા નથી ને?'

'વસન્ત! જે વાત સંભારવામાં માલ નહી તે શા માટે સંભારે છે ?'

‘હશે, નહી સંભારીયે. બોલ્ ક્યાંથી–ક્યારે આવ્યો?'

'કાલ આવ્યો, આજ જવાનું હતું, પણ રોકાઈ રહ્યો. કાઠિયાવાડનાં ગામડાંમાં મુસાફરી કરી.'

'તે તો ખબર છે કે ભાઇને ધૂળવાળા રસ્તા, ખેતરો, છાણ માટીનાં ઘરો એવું જ ગમે છે, શહેરને નામે સુગ છે.'

'હા. તમારા શહેરમાંની મીલમજુર અને માલેકો વચ્ચેની તકરારો અમારે ત્યાં નથી. તમે શહેરીઓ, પૈસાદારો ગરીબનો કચરઘાણ વાળવા બેઠા છો.'

'અમારે ત્હારો Lobour Question (મજુરોનો પ્રશ્ન) નથી સાંભળવો. પણ ત્હારે દાદર આવવું પડશે.'

'ના, મ્હારે કાલે તો જવું છે.'

'તે હશે, પણ આવ્યા વિના છૂટકો નથી. નહી ચાલે, ને સુમન આવ્યો છે.'

'સુમન આવ્યો છે? તરલાનું શું થયું? કહે છે ભૂજંગ-'

'લોકઅફવા ઉપર તું પણ વિશ્વાસ રાખે છે ? આવજે એટલે બધું સાંભળીશ.'

'બીજું કોણ કોણ આવનાર છે?'

'ત્હારી મરજી હશે તો લીલાને બોલાવીશ–'

એટલામાં લોકલ આવી ને અરવિન્દને સાહેબજી કરી વસંત દોડ્યો.