પૃષ્ઠ:Tarlaa.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


'એટલે! નજરે જોઈ એ વાત ખોટી ? ઢોંગીલીએ મને ચાહ પાયો, એજ સતિ પોતાના–ને મળવા શણગારભાભીને ઘેર ગઈ એના–ને બચાવવા મ્હેં બોલાવી છતાં ન આવી. એને હું નથી ગમતો, ભૂજંગ ગમતો લાગે છે. કોણ જાણે કોઈ દેવળમાં જઈ વીંટી બદલાવી આવ્યાં હોય તોએ શી ખબર પડે ? રખેને મ્હને ઝેર આપે !'

'સુમનલાલ ! સુમનલાલ ! આ શું બોલો છો ? તરલા અને ખૂન, તરલા અને પાપ, એ બે બને જ કેમ? પવિત્ર તરલાના હૃદયમાં એ વિચાર આવે એ હું માનું જ નહિ.'

"ચંદા બહેન ! શું ત્યારે હું ખોટો ? મારું હૃદય ચીરાઈ જાય છે. તરલા! તરલાની સાથે પરણી કેવી કેવી ઉમેદો મેં રાખી હતી. તરલા માટે મારા મિત્રોમાં, સોસાયટીમાં બેધડક હું અભિમાન રાખતો. તમે સુરત આવ્યાં ને વાત થયા પછી બધું ભૂલી ગયો. પણ પાછું એનુંએ. ચંદાબહેન ! ચર્ચગેટના પુલ ઉપરથી પડી મરી ગયો હોત તો જ સુખ આવત. તરલા-એક વખતની મ્હારી તરલા આવી-'

"સુમનલાલ ! આમાં કોઈ ગંભીર ભૂલ છે. એક બીજા માટે વ્હેમ ભરાયો છે અને એ વ્હેમ વધતો જાય એવા પ્રસંગો બને છે, બાકી તમે ધારો છે એમાંનું કાંઈ નથી. તરલા પવિત્ર છે. કદાપિ થોડીવાર એને ભૂજંગલાલના વિચાર આવ્યા હશે પણ એ ક્ષંતવ્ય છે. આપણે માણસ છીએ, દેવ નથી. આ વર મળ્યો હત, અગર આ કન્યા મળી હોત્ એમ વિચાર ન આવે એ કેમ બને ? એવા વિચાર દાબવા, અપવિત્ર વિચારો દૂર કરવા એ ખરું, પણ આવે તો તે તરફ ક્ષમાની નજરથી ન જેવું એમ તમે માનો છો ? જુઓ, મારે ત્યાં જ એમની શી સ્થિતિ હતી તે વખતે રીસાઈને હું પીયર ચાલી ગઈ હોત તો લોકમાં ફજેતી થાત અને હું અને એ બે દુઃખી થાત. છૂટાછેડાના રીવાજથી પણ ક્લેશ થાત. આ તો તરલા બ્હેન આવ્યાં ને ક્ષમા આપતાં–લેતાં શિખવ્યું અને આજે અમે કોઈ દિવસ નહોતાં