પૃષ્ઠ:Tarlaa.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૫
મંડળ મળ્યું.

 એવાં પતિપત્ની તરીકે જીવન ગાળીયે છીએ. એ પ્રતાપ તરલા બ્હેનનો હોં.'

'ચંદા બહેન ! તમારું કહેવું ખરું છે. તમારી વાત જુદી હતી. મ્હેં કોઈ દિવસ તરલા સિવાય બીજીને વિચાર કર્યો નથી. મ્હેં તરલાને હાથમાં રમાડી છે ત્હેનો આવો બદલો ? બસ એ તો એ જ. મ્હારે તરલા ન જોઈએ.'

'સુમનભાઈ ! તરલા મ્હારી બહેન નથી. જેટલું લીલા માટે નથી થતું એટલું તરલા માટે થાય છે. એને તજી શું કરશો ? તમે એમ માનો છે કે એ ભૂજંગને પરણશે ? ધારો કે તરલા ખરાબ છે તો એને વધારે ખરાબ બનાવશો ? તરલાનો સ્નેહ હજી તમારી તરફ જ છે. ભૂજંગ ભૂજંગ[૧] છે એ એ જાણી ગઈ છે. ભૂજંગ તો વિણાને પરણશે.'

'ભૂજંગ વીણાને પરણે કે નહી તેની મને શી પરવા છે ? તરલાને માફી ! એ ન જ બને ! મ્હેં તરલા માટે સહન કરવામાં મણા નથી રાખી. એને ચાહવામાં મ્હેં મારા કુટુમ્બની દરકાર રાખી નથી. એ મને નર્કમાં[૨] લઈ ગઈ છે. લોકો મને તરલાવાળો કરી આંગળીઓ કરે છે. એ પતિત[૩] સફેદ રાક્ષસી છે, એનું મારા આગળ નામ ન દેશો. વસન્તલાલ અને તમે ન હોત તો હું આજ અહીં આવત જ નહી. મારું જીગર તરલાએ કાપી નાખ્યું છે. મારા કુમળા દીલમાં એણે તીણી છરી ભોંકી છે.'

સુમનલાલ ઉશ્કેરાઈ ગયો હતો. ક્રોધ, વૈરથી તેનું આખું શરીર ધ્રુજતું હતું. આંખમાંથી દેવતા વરસતો હતો. ચંદા તો આભો જ બની હતી. પરંતુ તરલાની પવિત્રતાની, તરલાના સ્નેહની, તરલાના સ્વભાવની ખાત્રી હોવાથી [૪]અડગ હતી અને તરલાની વકિલાત કરવામાં જરાયે પાછી હઠી નહી.


  1. ૧. સાપ.
  2. ૨. દોજખમાં.
  3. ૩. પાપીણી.
  4. ૪. મક્કમ.