પૃષ્ઠ:Tarlaa.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


'‘પતિતપાવન સીતારામ' એ વાક્ય ભૂલી નહી ગયા હો. પ્રાણીમાત્રને-ધિક્કારનારાને પણ ચાહો, એ ધર્મવાક્ય ઉપર વિશ્વાસ નહીં હોય.'

સુમનલાલ હસ્યો. પણ એના હસવામાં તિરસ્કાર સ્પષ્ટ દેખાતા હતો.

'ચંદાબહેન ! તે ખરું, પણ આપણે જ્હેને ધિક્કારતા હોઈએ ત્હેને શી રીતે ચલાવાય ? માફ કરજો પણ-'

એટલામાં નોકરે આવી ચંદાના હાથમાં તાર મૂક્યો. ચંદાએ તાર ઉકેલ્યો -

"ત્યાં હોય તો સંભાળજો—હું આવું છું.
 તરલા"

'સુમનલાલ, કોઈક મહેમાન આવનાર છે ને તેમને તમારી જરૂર છે, માટે આજનો દિવસ રોકાજો–અહીં અગર ફાવે ત્યાં.'

'બહુ સારું.'કહી સુમનલાલ ચાલ્યો ગયો.


પ્રકરણ ૧૯ મું.

ઘણે વખતે.

લીલા અરવિન્દની સાથે વાત કરી પાસેના ઓરડામાં ગઈ, અરવિન્દ ઘુસણીયો હોત-શરમાળ નહોત તો તો ક્યારનોયે લીલાની પાછળ બહાનું કાઢી અંદર ગયો હત. પરંતુ રખેને બીજા ટીકા કરે એ બ્હીકે હૃદય અને નેત્ર લીલાની સાથે ગયાં હતાં છતાં એ ત્યાં ને ત્યાં બેસી રહ્યો.

થોડીવાર થઈ ને બધા ઉઠ્યા. એક, એક બે બેના ટોળામાં ફરવા લાગ્યા. આ લાગ જોઈ અરવિન્દ પણ ઉઠ્યો અને લીલા જે ઓરડામાં હતી ત્યાં ગયો. બારણું ઉઘાડતાં જ લીલાની આંખ એ