પૃષ્ઠ:Tarlaa.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૭
ઘણે વખતે.


બાજુ ગઈ અને ઘણે સમયે મળેલાં બે પ્રેમાળ હદયનાં હૈયાં ધબક્યાં, ને નેત્ર મળ્યાં અને કાંઈક હસાઈ જવાયું.

‘મ્હારે મનથી કે ઘણે વખત હાર્મોનીયમ કે સારંગી સાંભળીશ. અમારા ગામડા ગામમાં તો એ મજા ક્યાંથી હોય ?'

'હ્ં, મારા મનથી કે બ્હાર ક્યાં સુધી રહી શકો છો તે તો જાઉં. આખરે બીલાડી ઘી સુંઘતી સુંઘતી આવી ખરી !

લીલા ભીંત પાસે પડેલા કોચમાં પડી હતી. કોચની પાસે જ એક ગોળ ટેબલ પડયું હતું. ટેબલ ઉપર ગુજરાતી અંગ્રેજી ચોપડીઓ, કોરા કાગળ, પેનલ, ચોપાનીયાં પડ્યાં હતાં. પેનસીલ લઈ લીલા કાગળ ઉપર પોતાનું નામ લખતી હતી અને એ રસ્તે હૃદયમાં થતી લાગણીઓ બહાર કાઢતી હતી. લીલા મંદવાડમાંથી હમણાં જ ઉઠી હતી. પોતાનું શું થશે એના વિચાર આવતા હતા. બબેવાર ના કહ્યા પછી અરવિન્દ આવે એ સ્વપ્નામાં પણ નહોતું. ભૂજંગલાલ ઉપર તિરસ્કાર આવ્યો હતો. સુમન–તરલાને છૂટા પાડી પોતે સુમનને લે એ પાપમય લાગતું હતું. અરવિન્દ ! શું કરે ને અરવિન્દ મળે એ વિચાર કરતી હતી, ને આમ અરવિન્દ આવ્યો એ એને ગંગા મળી હતી. હરખથી તેનું હૈયું ઉછળતું હતું. અરવિન્દને ક્રોધીને બદલે પ્રેમાળ જોયો એટલે તે વધુ આનંદમાં આવી હતી. બન્ને એકબીજાને મળવા તલપતાં હતાં, છતાં બન્ને એક જ જગાએ મળ્યાં એટલે મુંગા થઈ ગયાં. જીભ જ ઉપડતી નહોતી. આડી આંખે એકબીજાને જોતાં, એમનાં હદય વાત કરતાં હતાં, પરંતુ મ્હોંએ બહુ શબ્દો બોલી શકતાં નહોતાં.

આખરે લીલા બોલી, “જુઓને, મ્હેં નકામા કેટલા કાગળો બગાડ્યા! ચાલો, જાઉં હવે.'

'ઉભી રહે. ઘણું વખતથી પૂછવાનું બાકી છે તે પૂછું –'

લીલા બેઠી પણ શું પૂછવાનું હશે તે વિચારે ગભરાઈને ધીરે રહી બોલી, 'પૂછો.'