પૃષ્ઠ:Tarlaa.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


અરવિન્દે હાથમાં પેનસીલ લીધી અને કાગળ ઉપર લખ્યું ને કહ્યું, ‘આ મારો સવાલ.'

‘જ્યા. એ. ન. બ. ક્ષ. ક. બો. હ. ત્યા. ક. મા. કે. કે. વ. મા. એ. વિ. ક. હ.?'

અરવિન્દના મનથી એમ જ હતું કે લીલા કાંઈ જ નહીં સમજે. લીલાએ કાગળ હાથમાં લીધો, બેચાર અક્ષર વાંચ્યા અને થોડીક વારમાં અંધકાર નાશ પામ્યો. પ્રકાશ પડ્યો અને હસતી હસતી બોલી:

'અર્થ કહું કે ઉત્તર આપું ?'

'પહેલાં ઉત્તર આપ અને પછી આપણે એકબીજાની અક્ક્લની પરીક્ષા કરીયે.'

‘વારું ત્યારે, આ મ્હારો જવાબ –'

'એ. વ. બી. ઉ. એ. એ. ન.'

'સમજ્યા ?'

'બોલ જોઉં, મ્હેં શું પૂછ્યું હતું ?'

'જ્યારે એ નહી બને, ક્ષમા કરો' બોલી હતી ત્યારે હમેશ માટે કે તે વખત માટે એ વિચાર કર્યો હતો ?' આ તમારો સવાલ હતો ને ? હવે મ્ંહે જવાબ શો આપ્યો તે કહો.'

'બરાબર. હવે ત્યારે જવાબ આ હતો “ એ વખત બીજો ઉત્તર અપાય એમ નહોતું." ત્યારે તે મ્હારા પ્રત્યેનો ભાવ ગયો નહોતો.'

'મને તે એમજ થતું કે મને તમે ક્ષમા આપી શકશો કે કેમ ?'

'લીલા! ક્ષમા ! મને તો એમ થાય છે કે હવે જ આપણે એકબીજાને વધારે ઉંચા સ્નેહથી ચાહી શકીશું આ વિઘ્નની જરૂર હતી. એથી આપણો સ્નેહ વધારે કસોટીયે ચ્હડ્યો છે.'

આ બન્ને આમ પ્રેમકથામાં પડ્યાં હતાં ત્યાં કાંઈક કામસર ચંદા આવી ચડી. ચંદાએ અડધું બારણું ઉઘાડયું ત્યાં બન્નેને મુંગાં કાંઈક લખતાં, વાંચતાં, વંચાવતાં જોઈ ઉભી જ રહી. ચંદા લીલાની